________________
૨૫૮ ]
[ શ્રી સિદ્ધપદ ભાન વિનાનું ] સ્વતંત્ર પદ જ સૂચવે છે કે, “અંધકાર એ પ્રકાશનો અભાવ નથી પણ એક સ્વતંત્ર જ દ્રવ્ય છે.
વળી તેની એવી માન્યતા છે કે અંધકારને કઈ જાતના રૂપ-રસ–ગંધ કે સ્પર્શ વિગેરે ગુણે છેજ નહીં માટે અંધકાર નામનું કેઈ દ્રવ્ય નથી. પણ આ માન્યતા પણ ખોટી છે. તેનામાં પણ રૂપ.-રસ –ગંધ. સ્પર્સ વિગેરે ગુણે છે પણ તે એટલા બધાં અસ્પષ્ટ હેવાથી કે લગભગ
ત્યાં અંધકારજ હોય એવે પ્રદેશ આપણું અનુભવમાં આવતો નથી હોતે, માટે આપણને સ્પષ્ટ ખ્યાલ આવતે નથી કારણ કે રાત્રે અમાશની ઘોર રાતે પણ તારાઓને પ્રકાશ તે હોય છે જ. પણું આપણે સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી માટે અંધકાર છે તેમ કહીએ છીએ.
પણ...જેમ કેરીમાં ખટાશ અને મીઠાશ બંને એક જ કેરીમાં, એક જ સાથે, એક જ વિભાગમાં નથી રહેતી પણ ખટાશ જ રૂપાંતર થઈને મીઠાશમાં પરિણમે છે. તેમ પ્રકાશના પુદ્ગલે જ રૂપાંતર થઈને અંધકારમાં પરિણમે છે. માટે આપણને એમ લાગે છે કે પ્રકાશને નાશ થઈ ગયે. પણ ખરી રીતે તે પ્રકાશ જ અંધકારમાં પરિણિત થઈ ગયે હોય છે. માટે સમજે કે જેનું સ્વતંત્ર અભાવીય પ્રતિગિતા નિર્દેશ વિનાનું નામ હોય છે તે પદાર્થ કેઈના અભાવરૂપ હોઈ શકતા નથી. “સુખ એ સ્વતંત્ર ચીજ છે. માટે દુઃખના અભાવરૂપ ન હોઈ શકે. - હવે તમે જ વિચાર કરે કે, આવા ખોટા ભ્રમ પાછળ તમે કેવા-કેવા પ્રયત્ન કરે છે ? માત્ર દુઃખ દૂર થાય કે ઓછું થાય તેમાં ય સુખ માનીને કેવા ઘેલા બની જાવ છે? આવી ઘેલછામાં ફસાયેલા તમે પૂછો કે અહીંના