________________
?
કે છે
ભા મતી ટી કા કાર ભટ્ટજીને જ્ઞાનાનંદ
- જેન શાસનને પામેલા હોય તેવા આચાર્ય ભગવંતેને છએ દર્શનને અભ્યાસ હૈ જોઈએ. એમાં ય પ્રભાવક આચાર્યોને તે વિશેષ રીતે અભ્યાસ કરવા જોઈએ. વેદઆધારિત દર્શનના જુદા જુદા ગ્રંથ છે. આ ગ્રંથ પર મહાપંડિત વાચસ્પતિજીની ટીકાઓ છે તેમને જ્ઞાનરસ પણું અનુમેહનીય છે. તેમણે લગ્ન કર્યું તે જ દિવસથી વેદ આધારિત વિવિધ ગ્રંથો પર ટીકા લખવાનું આરંભ કર્યું. તેમની પત્ની ભામતી ચતુર હતી. ચતુર જ નહીં પણ પતિવ્રતા અને પતિના ધર્મકાર્યમાં પોતાને સ્વાર્થ હોમી દે તેવી સમર્પિત હતી. તેને થયું ભટ્ટજી આજે જમવા બેઠા છે પણ તેમનું ધ્યાન જમવામાં નથી. ભામતી વિચારે છે કે હું શું પીરસું છું તેમાં ધ્યાન નથી. પીરસનારી એવી મારામાં શું ભાવના છે તે જોવા ય આંખો ઊંચી થતી નથી એટલે ચેકસ તેમનું મન કઈ મહાન કાર્યમાં લાગ્યું છે. દુનિયાની દૃષ્ટિએ આ માણસ કશામાં ખોવાઈ ગયા છે તેમ કહેવાય છે. પણ વાસ્તવિક રીતે જે કઈ મહાન ચીજમાં બેવાઈ ન જાય તેને મહાનતાની પ્રાપ્તિ થતી નથી. અથાત લેકમાંથી ખેવાયા વિના અલૌકિક કશુંજ જડતું નથી.