________________
વિવેચન ].
[ ૨૯૧ અજ્ઞાની છે માટે ગાળ આપે છે. અજ્ઞાની કે ગાંડાની સામે જવાબ આપવો એ તો કૂતરે આપણને કરડે ત્યારે આપણે કુતરાને સામે કરડવા જ જેવા જઇએ તેવું છે. આમ વિચારીને હસીને કાઢી નાંખે તેથી તમને જે ગુ કરવાની ઈચ્છા થઈ આવી એને અંકુશમાં રાખી. પણ તે સમયે તમે સામે ગાળે જ દીધા કરે. કહે કે આ બંને રીતેમાંથી તમને શાંતિનો અનુભવ કંઈ રીતથી થવાને ? તમારા હૃદયને પૂછજે તે કહેશેઃ ગાળ સાંભળી લીધી હોત, બદલા લેવાની ભૂડી ભાવના ન રાખી હતી તે સારૂં. ભલે લેકની વચ્ચે તમે એમ કહો કે, સાલાને બરાબર સંભળાવી પણ સામેનાએ પણ એક એવી સંભળાવી હોય છે કે તેને ડંખ હૃદયમાં એ ખૂયા કરે છે કે ક્યારેય શાંતિથી ઉંઘવા પણ દેતો નથી. જ્યારે હસીને કાઢી નાખશે તે ચોક્કસ શાન્તિ મળશે. જ્યારે જ્યારે તમે વિચાર કરશે કે “મેં કેવું સારું કર્યું કે તેની ગાળ સાંભળી લીધી પણ જવાબ ન આપે. ત્યારે તમારા હદયમાં એક શાંતિનો અનુભવ ચોક્કસ થવાનો જ ” જે એક માત્ર ગાળ દેવાની ઈચ્છાને વશ કર્યાથી આટલી શાંતિ પ્રાપ્ત થાય તે કોઈ મારી નાંખે છતાં ય તેને ગાળ દેવાની ઈચ્છા ન થાય તે એવી શાંતિને કે આનંદને તમે ઉંચો કહેશે કે નીચે? મોક્ષમાં આ જ દશા છે ત્યાં શાંતિ એવી પરાકાષ્ટાએ પહોંચી હોય છે કે ગમે તેવી પરિસ્થિતિ કે સંજોગોમાં તેમની શાંતિમાં કેઈ ભંગ પડાવી જ ન શકે. વ્યવહારમાં પણ જે વસ્તુ આગમાં સળગે નહીં તેને ફાયરપ્રફ કહો છે, ખબર છે ને? એ ચીજ ફાયરપ્રફ કેમ છે? શું અગ્નિને તેની તરફ પક્ષપાત છે એટલે તે ફાયરપ્રફે વસ્તુને બાળતા