________________
૨૮૮ ]
[ શ્રી સિદ્ધપદ. દુનિયામાં સૌથી મોટું બંધન કયું લાગે છે તે માટે ભાગે એના શેઠનું જ નામ દેશે. માટે સ્વતંત્રતા તે. સૌને પ્યારી જ છે. જ્યારે આ બધી સ્વતંત્રતાઓ, કે જેની પાછળ પરતંત્રતાઓ પણ હોય છે. તેમાંથી પણ મનુષ્ય આનંદ મેળવી શકે છે તો બધી રીતે બધા જ બંધનમાંથી–બધા કાળ માટે (સંપૂર્ણ) આત્મા સ્વતંત્ર થાય તેનું સુખ કેવું અવર્ણનીય હેય..? જેમ જેમ સ્વતંત્રતા વધતી જાય છે તેમ તેમ સુખ પણ વધતું જ જાય છે. તે સ્વતંત્રતાનો ચરમ પ્રકર્ષ હોય ત્યાં કેટલું સુખ હોય? આમ વિચારશે તે સમજશે કે મેક્ષમાં પરમ સુખ છે–પરમ આનંદ છે. જો કે આપણે તે સંસારમાં જે પણ સ્વતંત્રતાને અનુભવ કરીએ છીએ તે બધું જ ઓછા વધારે અંશે પરતંત્રતાથી ભળે. જ છે. પણ મેક્ષમાં જે આનંદ છે ત્યાં પરતંત્રતાનું નામ નામ નિશાન નથી. ત્યાં દેહનું પણ બંધન નથી, ત્યાં કર્મોનું પણ બંધન નથી, ત્યાં ઈચ્છાઓનું પણ બંધન નથી. કદાચ તમને એમ થાય કે શું દેહ એ પણ બંધન છે? પણ ખ્યાલ રાખજે કે, દેહ એ તો સૌથી મોટું બધન છે. તમારે કોઈની જોડે અત્યંત પ્રેમ થયે નથી. જે કેઈની સાથે અત્યંત પ્રેમ થયે હતા તો તમારે ય કહેવું પડત “ભલે અમારે દેહ જુદો હોય પણ આત્મા તે એક જ છે અને તે વખતે તે પ્રિયપાત્રતાને પ્રેમ બતાવવા દેહ એ કેવું બંધન છે તેની ખબર પડત. ગમે તેવી પ્રિયતમાને–પ્યારી પત્નીને પણ દેહ જુદા હેવાથી જુદી રાખ્યા વિના છૂટકે થતું નથી. દુકાને જવું હેય. તે ઘેર મૂકીને જ જવું પડી ને ! આમ પ્રેમની ક્ષણમાં પ્રેમીઓને દેહ એ જેલ જેવું જ લાગે છે. અને