________________
૨૬૨ ]
[ શ્રી સિદ્ધપદ
ઉદયને તમે એમ કહી શકો ખરા કે હમણાં તે એક પુણ્યને ઉદય ચાલે છે, માટે બીજા પુણ્યના ઉદયની હમણું જરૂર નથી માટે થોડું થોડું ઉદયમાં આવજે !
જ્યારે મળે છે ત્યારે તે ચારે બાજુથી સમૃદ્ધિ મળવા. માંડે છે. પણ જ્યારે જરૂર પડે છે ત્યારે કેઈપણ પુણ્ય મદદે આવતું નથી બધા એકી સાથે જ વિદાય લેવા માંડે છે ને? ત્યારે મનગમતાં વિષની પ્રાપ્તિ થાય તે પણ પુણ્યની મારફતે જ ને? તમારે તેના પર કોઈ સીધે તે કાબુ નહીં જ ને? અને જેના પર આપણે કાબુ ન હોય તેના પર ભરેસે રાખીએ તે તે વસ્તુ આપણને આધીન થયેલ કહેવાય કે આપણે તેને આધીન થવું પડ્યું કહેવાય ? કે મનગમતા વિષયની પ્રાપ્તિ માટે તમે ઝંખતા હો તે પણ તમારે આધાર તે પુણ્યકર્મ પર જ રાખવું પડે ને? અને પુણ્ય કર્મ તમારા કહ્યા પ્રમાણે ફરે નહીં માટે ઇચ્છા કરીને ગમે તે પ્રકારના સુખ ભોગવનાર માટે પરાધીનતાનું દુઃખ તે ખરું ખરું ને ખરું જ. આ જગતમાં પણ કહેવાય છે કે સ્વાધીનતા જેવું કેઈ સુખ નહીં અને પરાધીનતા જેવું કંઈ દુખ નહીં.
તમારી પિતાની જ મિલક્ત તમે કેઈને ત્યાં કે બેંકમાં વ્યાજે મૂકી હોય અને તમને તરત ને તરત જોઈએ ત્યારે મળી શકે ખરી ? ના, આપવાવાળાને સમય હોય, સગવડ હેય. તેની દાનત બગડી ન હોય તે તમને પાછી મળે નહીં તે નાહીં જ નાખવાનું થાય ને? સમજો કે તમારી રકમ એ ચોપડામાં જમા કરી તે પહેલાં જ તે મરી ગયે તે તમારી. રકમની શી દશા થાય? તેના વારસદાર પ્રમાણિક હોય તો.