________________
વિવેચન ]
. [ ૧ બિમારીના સમાચારમાં શું આટલી તાકાત છે કે તમારા બધાં વિષનું સુખ દુઃખમાં ફેરવી નાંખે? પુત્રની બિમારીની વાત તે દૂર રાખે પણ તમને પિતાને જ આવા રંગ રાગના સાધનોમાં બેઠા હોવા છતાં ય પેટમાં દર્દ થવા માંડે તે આ રંગ-રાગ કેવા મધુર લાગે? કહે તે વખતે મીઠું લાગતું ભજન અને સંગીત રૂપાળી સ્ત્રી અને મુલાયમ વસો બધું ય ઝેર જેવું લાગે.
આમ કેમ થતું હશે, તેને કદી વિચાર કર્યો? તમને દુઃખ થાય છે કે, તમારા દીકરાને દુઃખ થાય ત્યારે તે બધા વિષયના રંગરાગ દુઃખ લાગે છે. પણ તેની વાત જવા દે આવા રંગ-રાગમાં હોય ત્યારે ખબર પડે કે, પેઢીમાં એવી ઓટ આવવાની છે કે જેથી બે–ચાર લાખ સાથે ખલાસ થઈ જાય તેવી પરિસ્થિતિ છે, તે આવા રંગ-રાગ છોડીને દુકાને ના કે ત્યાં જ બેસી રહે?
એક માત્ર ધન ચાલ્યું જશે તેની કલ્પનામાં કેટલું દુઃખ આપવાની તાકાત છે કે ક્ષણવારમાં તમારા પાંચે ઇન્દ્રિયોના સુખને નમાલું બનાવી દે છે. પાંચ-પાંચ ઇન્દ્રિ ચેના વિષયે ભેગા થયા છતાંય એક આટલું દુઃખ ભુલાવી શકતા નથી, તે તેનામાં સુખ આપવાની તાકાત કેટલી અને તે સુખ કેવું? - જે ગરમી આવવા છતાં ય ઠંડી લાગતી રહે, શરીર કંપતુ રહે, તે તે વળી ગરમી કહેવાતી હશે?
પુણ્યોદય પણ પરાધીન તમે પોતે જે આજે પુણ્ય કરે અને આજે જ તમને તેનું ફળ મળી જાય તેવી તાકાત તમારામાં ખરી? પુણ્યને