________________
બરના પણ શિયાળ
છે આમ
૨૫૬]
[ શ્રી સિદ્ધપદ હતી કે કંઈ હાથે આવે એવું ન હતું. આખરે શિયાળભાઈએ વિચાર્યું, આ દ્રાક્ષ તે કંઈ હાથમાં આવે તેમ લાગતું નથી અને ફેગટમાં જેટલી વાર કૂદ છું એટલીવાર પગ પછડાય છે એ જુદા. જે વધારે કૂદવા જઈશ તે દ્રાક્ષ તે દૂર રહેશે પણ પગ તે ચેકસ ભાંગશે.
પણ કરે શું? જીભ તે એવી ભીની થઈ ગઈ હતી કે પગને તેડીને ય શાંત થવા ઈચ્છતી હતી. પણ શિયાળભાઈ એટલે તે લુચ્ચાઈમાં એક નંબરના. જીભલડીને સમજાવે છે “ગાંડી! આમાં તે શું મહાય છે? આ તો ખાટી છે. ખાઈશ તે ય કંઈ આનંદ નથી આવવાને નાહક શા માટે લલચાય છે?” અમ જીભને સમજાવી મલકાતા-મલકાતા ચાલ્યા. હું કે ડાહ્યો છું જે પાછો ફર્યો ન હોત તે જીભ ખાટી થઈ જાત. કેવા દુખમાંથી બચી ગયે!
શું આને તમે સંતોષ કહેવા માંગે છે? “દ્રાક્ષ ખાટી છે,” એ વિચારવાનો સમય કયારે હતે? કૂદકે મારતા પહેલાં કે પછી? અને કૂદકો માર્યા પહેલાં જ ખબર હતી કે દ્રાક્ષ ખાટી છે, તે કૂદકો માર્યા શા માટે? દ્રાક્ષ ઝાડ પરથી નીચે પડી નથી, ચાખી નથી, છતાં ય કેવી રીતે નક્કી કર્યું કે ખાટી છે.
મલી નહીં એટલે જ ખાટી છે એમને?” આમ જેને સંસારના વિષયે તેની ઇચ્છા હોવા છતાં ચ ન મળે અને તે વિચાર કરે કે, હા હું કે. સુખી છે તે તે સંતોષ નથી પણ કોઈના પર રાષ કાઢવાનો રસ્તે મળતું નથી માટે આત્માના દેશને પષ કરવાને મેલો ઘેષ (અવાજ) છે. સાચા અર્થમાં કહીએ તો એ સંતાડેલો સંતાપ છે.