________________
સુખના અભાવમાં સુખ શબ્દને પ્રોગ
કેટલાંક મનોહર વિષને નહીં; દુઃખના અભાવને જ સુખ માની બેઠા છે! તેઓ બિચારા સમજી શકતા જ નથી કે દુઃખ દુર થવું તે અલગ ચીજ છે અને સુખ પ્રાપ્ત થવું એ અલગ ચીજ છે. પણ ભગવાન જિનેવરદેવેનું શાસન
જ્યાં સુધી હૃદયમાં આવતું નથી ત્યાં સુધી આવા ભ્રમ સાચા લાગે છે, અને આવા ભ્રમને દૂર કરવા માટે અમુલ્ય માનવજીવન વેડફી નાંખવાના પ્રસંગે આવે છે. નહીં તો દુઃખના ઓછા થવામાં સુખ માનવાની કલ્પના કેમ થઈ શકે ? જરા વિસ્તારથી સમજી લે કે દુઃખને અભાવ–તેનું ઓછું થવું કે દૂર થવું એ સુખ કેવી રીતે છે? - ટાઇફેઈડને તાવ આવે છે. જાણે છે ને, ધીમે ધીમે શરીરની ગરમી વધતી જાય. કેટલી વધે છે એ માપવાનું યંત્ર (થર્મોમીટર) મૂકો એટલે ખબર પડે ને? હવે ધીમે ધીમે તાવ વધતો જાય એમ વધતા–વધતા ૧૦૦,૧૦૧, ૧૦૨ થઈને ૧૦૬ સુધી પહોંચે. જેમ તાવ વધતો જાય એમ દુઃખ પણ વધતું જ જાયને? ૧૦૦ કરતાં ૧૦૧ ડીગ્રી પર વધારે તેના કરતાં ૧૦૩ ડીગ્રીએ વધારે અને તેના કરતાં ૧૦૪