________________
૨૧૪]
[ શ્રી સિધ્ધપદ સંતપુરૂષ કે મહાત્મા પણ તેને ધર્મ કહે! વર્ષોથી કઈ મૂર્ખાઓ રેતીમાંથી તેલ કાઢવા મથી રહ્યા હોય, દિવસરાત પરિશ્રમ કરી રહ્યા હોય તે તે જેને ડાહ્યો માણસ પણ રેતી પીલવા બેસી જાય કે પીલનારને એમ કહે “અલ્યા! રેતીમાંથી તે તેલ નીકળતું હશે ? આ ધંધો છોડીને તલની પાછળ મહેનત કરે તે હજારમાં ભાગની મહેનત કરશે તે ય સફળ થઈ જશે” આ જુલ્મ વિષયને સુખ માનવા કે વિષયમાંથી સુખ મળી શકે તેમ માનવાથી થાય. માટે સંસારના કોઈ પણ વિષયોમાં સુખ છે જ નહીં તે દીવા જેવી સ્પષ્ટ વાત છે. પણ એક વખત માણસની જેમાં કલપના દઢ થઈ જાય છે તે વિષયને તે છેડી શકતું નથી. ખોટી માન્યતાને છેડી દેવાનું સામર્થ્ય મેહના જેતરા તોડ્યા વિના પ્રાપ્ત થાય જ નહીં. અને આવા મેહના પરિણામે જ દુનિયા વિષયને સુખ માનીને તેની પાછળ પડી છે, પડી છે, એટલું જ નહીં પણ તે કલ્પનાના સુખને પણ મેળવવા અનેકાનેક પ્રકારના દુષ્ટકર્મો કરે છે, અનાચારે સેવે છે, દેવ-ગુરુ-ધર્મને પણ જરૂર પડે તે ઊંચે મૂકે છે! ' રાય મેળવવાની લાલસામાં કેટલાય પુત્રએ પિતાના ખુન નથી કર્યા? પૈસાની મમતામાં શીલ જેવા મહાભૂષણ રૂપ વ્રતને પણ ઊંચા નથી મૂક્યા? વળી આવા વિષયની પ્રાપ્તિમાં જ દુઃખ છે તેવું નથી પણ મળેલા વિષયના રક્ષણ કરવા માટે કેટલા વેરઝેર જગાડવા પડે છે. ઘર યુધ્ધ પણ પિતા પોતાના રાજ્યના રક્ષણ માટે જ સર્જાય છે ને ? હજારેના દુઃખ નિઃસાસા અને લેહી રેડાય તે પણ મળેલા વિષય સાચવી શકાય કે કેમ એ એક પ્રશ્ન છે?
વળી જીવન સુધી કુતરાની માફક રઝળી–રખડીને ભેગા