________________
વિવેચન ]
[ ૨૩૭
થઈ જવાનુ, પરલોકના દુઃખની વાત તે દૂર રાખા પણ આ લોકમાં ય કૂતરાના જેવા જીવને જીવવાની દશા આવવાની. અંતેઉરમાં હજારો રાણુ એ હશે છતાં ય ઇન્દ્રિયાની વિષય પ્રાપ્તિની ઝંખના પર થોડા પણ કાબુ નહીં હોય તો હલકામાં હલકા કુળની કેાઈ પણ રૂપવતી પર નજર પડશે કે ખલાસ. જાણે કદી તેને દુનિયામાં કશું જોયું કે ભાગવ્યુ જ હાય નહીં તેમ તેની જ પાછળ પડશે. જ્યાં સુધી તે નહીં મળે ત્યાં સુધી એક ભિખારી કરતાં પણ ભૂંડી મને દશામાં જીવવું પડશે. !
કલ્પસૂત્રમાં સાંભળે છે ને કે ૫૦૦-૫૦૦ સ્રીઓને માલિક કુમારન`દી સાની એ દેવીઓને મેળવવા આગમાં ઝંપલાવીને બળી મર્યા. વિષયના પાપની ભાવના કાઇને જણાવી તે। શકાશે નહી' માટે બહારથી હસતા અને અદરથી તેની પ્રાપ્તિની ઝંખનામાં રડતા રહેવુ પડશે. રખે કાઈ જાણી ન જાય તેવા ભયથી હૃદયમાં કપ-ધ્રુજારી છૂટતા રહેશે. તેમ છતાં જો ઇચ્છાને વાળવાનું મન ન થાય તેા સમ રાજવીઓને પણ શરમ વિનાના-લાજ વિનાના મનીને પેાતાની ઈચ્છાને તૃપ્ત કરવી જ પડશે. પ્રજા સારી ય પેાતાને ખરાબ કહેશે, અપકીર્તિ થશે તેના વિચાર સરખા પણ કરી શકશે નહિ.
શાસ્ત્રકારાએ હિતાપદેશ આપતાં જણાવ્યુ` છે કે, ભલા માણસા દેવના ભોગે આગળ તમારા ભાગ શું વિસાતમાં છે? છતાં ય આવા ભાગેાની પાછળ પડીને એવી ભાવના રાખેા છે કે આવા ભાગ ભાગવવાથી ઇન્દ્રિયા શાંત થશે ? મન શાંત થશે ? આત્મા શાંત થશે ? આ કેવી મૂર્ખાઈ છે. હજારો મણુ રસ ભરપુર અનાજ ખાધા પછી પણ તૃપ્તિ
((