________________
૨૪૦ ]
[ શ્રી સિદ્ધપદ છે? કહે કે એક–એકથી ચઢે એવી છે. નાકથી સુંધવાનો શોખ કરનારા કેટલાયના ફેફસાઓમાં રજકણે એવા ભરાઈ ગયા કે ભરજુવાનીમાં ઘરડાની માફક દમીયલ બની ગયા.
સિનેમા ને નાટક જેવાના ચાળા કરનારાઓની આંખની દશા એ થવા માંડી કે બાજુમાં બેઠેલા માણસને જોવા માટે પણ ડબ્બા જેવા જાડા ચશ્મા પહેરાવા પડે છે. સિનેમા જોવાનું છોડાતું નથી. પણ સિનેમા અને નાટકમાંથી આવે છે ત્યારે આખો એવી દુઃખાડીને આવે છે કે માથું ય ઠેકાણે રહેતું નથી ચક્કર ચકકર ફરવા માંડે છે. | સ્પર્શના સુખની દુર્દશાની તે વાત જ કરવા જેવી નથી. સારા શરીરને એવું નીચોવી નાંખે છે કે ગમે તેવા પહેલવાન પણ તેના ફંદામાં પડયા તે થોડા દહાડામાં મર્યા સમજે. ત્યારે સામાન્ય માનવીની તો શું દશા થાય ? ભર. જુવાનીમાં ક્ષય જેવા રોગથી શાથી પીડાય છે? શાસ્ત્રમાં તે ત્યાં સુધીની વાત આવે છે કે આ સ્પર્શના સુખની ઈચ્છા જે પ્રબળ થઈ ગઈકાબુ રહ્યો નહિ અને જે કમનસીબે પૂરી ન થાય તો તે જ ક્ષણે તે વ્યકિતનું મરણ થઈ જાય. આવી તે આપત્તિજનક ઈન્દ્રિયની સ્થિતિ છે.
વૈદકના બધા ય ગ્રંથ વાંચશે તે એક જ વાત નજરે ચઢવાની કે જ્યાં ઈન્દ્રિયના વિષયની થેડી પણ હદ તૂટી કે રોગ હાજર જ થવાનો અને પછી તે એ રોગ એવે જુલ્મ કરવાનો કે પાણીને ખ્યાલે સામે રહે, પીવાની ઈચ્છા હોય, તૃષા પ્રબળ લાગી હોય છતાં ય કોઈએ માણસને દેરડાથી બાંધી દીધો હોય અને તે માણસની જે દશા થાય, જે દુઃખ થાય તેવું દુઃખ થવાનું. માટે