________________
વિવેચન ]
[ ૨૪૧ ઉપદેશમાલાકાર ધર્મદાસગણિ કે જે ભગવાન મહાવીરના હાથે દીક્ષિત થયેલા ગણાય છે અને જેઓ અવધિજ્ઞાની હોવાનું સંભળાય છે તે પિતાના ગ્રંથમાં પ્રશ્ન પૂછે છે કે ઈન્દ્રિયાની દશા તે જે તું એમ માને છે કે હું સુખ જોગવું છું પણ ખરેખર શું થાય છે? તેઓ પૂછે છે... “ જે સેવ કિ લહઈ?”જે વિષયોને ઈન્દ્રિય દ્વારા ભગવે છે તે શું મેળવે છે? છે આ પ્રશ્નનો જવાબ આટલા–આટલા વખત સુધી ઈદ્રિયના ભેગના અનુભવ કર્યા પછી પણ આપવાની તાકાત છે? શું મેળવ્યું છે તે જવાબ આપી શકાય? “
તેઓ જ જણાવે છે. “થામ હાઈદુમ્બલે હાઈ પાવઈ મણુસ્સદુઃખાણિ ય અનહેમેણું” આ પાંચ વસ્તુ પ્રાપ્તિ થાય છે.
૧ થામં હાઈ એટલે ઈન્દ્રિયના બળને નાશ. ૨ દુર્બલતાની પ્રાપ્તિ. ૩ વૌમનસ્ય. ૪ દુખે. ૫ આત્માના દેષ.
વિચાર કરે કે, ક્ષણિક સુખની પ્રાપ્તિની વાત તે બાજુએ રહી પણ આટલું મોટું ગુમાવવાનું લીસ્ટ આવી ગયું, ઇન્દ્રિયની દશા જ એવી છે કે જે ક્ષણે ભેગની ઈચ્છા થઈ તે ક્ષણથી જ તેનામાં હોય એટલું જોર કરીને વિષયની પાછળ પડે છે અને ક્ષણભરમાં થાકીને લેથ થઈ જાય. ચાર-છ-દસ દિવસ લાગટ સુતાવિના સિનેમા જેવાને આનંદ તે માની જુએ.
૧૬