________________
વિવેચન] ન આપવું હોય તે ના પાડે. ” શેઠને થયું આ મૂરખને ખબર નથી પડતી. આપવા દો એક દિવસ, સ્વાદ ચાખશે એટલે ખબર પડશે. શેઠે કહ્યું: “તું જાણે લે...પણ પછી ફરિયાદ લઈને આવીશ નહિ” નોકર તો જોરજોરથી ઘસવા માંડ્યો. થોડીવારમાં તે ચામડી ઘસાઈ ગઈ અને લેહી નીકળવા માંડયું. હવે તો જેવું બ્રશ અડે કે લાય લા....ય બળે. આખરે છેડયું તે ખરું પણ હવે ગમે તેટલી બૂમ પાડે તે ય શું થાય?
વિષયનું સુખ પણ આવું જ છે. જેમ પેલાને ખરજવાની ચળ ઉપડતી હતી, જેટલી વાર બ્રશ ઘસે એટલી વાર શેકાઈ જતી હતી, તેમ આપણને પણ ઈન્દ્રિયની સાથે જેટલી વાર વિષયને સંગ હોય તેટલી વાર ખણુજ આવતી બંધ થાય, પાછી એની એ દશા. જો વિષયની પ્રાપ્તિ એ સુખ હોત તો તેની પ્રાપ્તિ થતાં પહેલા ઈન્દ્રિયમાં ખણજ ન ઉપડત. આ ખણજ ઉપજે છે એ જ બતાવે છે કે વિષયનું સુખ એ સુખ નથી પણ દુઃખની રૂકાવટ છે, મેહની ઝુકાવટ છે, આત્મા માટે ફસાવટ છે. છતાંય જિનવચનને નહીં પામેલો નપાવટ આ દુઃખની રૂકાવટને જ સુખ માણે છે !!
જેમ ચારેબાજુથી મશીનના ધમધમ અવાજ ચાલતા હોય અને એકાએક બંધ થાય તે શાંતિનો અનુભવ થાય છે, તેમ ઈન્દ્રિયને વિષય પ્રાપ્તિનો ઘોંઘાટ ચારે બાજુથી ચાલતા હોય છે. વિષય પ્રાપ્ત થતાં ક્ષણવાર તે બંધ પડે છે ત્યારે આપણને તૃપ્તિની હાશ મને કાંઈ મળ્યું છે તે અનુભવ થાય છે અને જરાક વિષય ઈન્દ્રિયથી દૂર ખસ્યા કે તરત જ ઘોંઘાપાછા ચાલુ થઈ જાય છે. માટે કહે કે