________________
૨૨૮]
[ શ્રી સિદ્ધદપ 'વિષયસુખ એ દુઃખરૂપ ગતિ કરતી આત્મારૂપે
મોટરની બ્રેક માત્ર છે. * જે વિષયની ઝંખનાથી તમારામાં દુઃખ પેદા થયું ન હોત તે તે વિષય પ્રાપ્ત થયે તમને સુખ મળ્યું તેમ કદાય કહી શકત પણ વિષયની ઝંખના થયા બાદ આત્મામાં જે અરતિરૂપ દુઃખ પેદા થાય છે તે ગજબનું છે. વિચારે કે રસોઈ તૈયાર હોય, ભાણા પર બેસાડયા હોય, રસાઈની સુગંધ મઢામાંથી પાણી છોડાવતી હોય તેવા વખતે કઈ નકામે માણસ તમને મળવા આવે ને ભાણુ પરથી ઉઠવું પડે તે કેવું કારમું લાગે છે ? મેટું કેવું બગડી જાય છે ? સુખે ખાવા ય નથી દેતા, જરાય જંપવા દેતા નથી એ બડબડાટ પણ થાય છે ને ? જે ભેજનની ઈચ્છાથી પેદા થયેલ એ તડપ દુઃખ ન હતી તે આવી દશા થાત
ખરી? માટે એટલું તે માનવું જ પડશે કે, વિષયની - ઝંખાનાથી પેદા થયેલ ભેગની તડપ એ દુઃખ જ છે. કદાચ છે કે એ તર્ક કરવાવાળે મળી જાય કે વિષયની ઝખનાથી પેદા થતી તડપ એ દુઃખ નહીં પણ સુખ છે તે તેને કહેવું ધન્યવાદ તારી બુદ્ધિને ! બેલ એક મિનિટની તડપ કરતાં બે મિનિટની તડપમાં વધારે સુખ કે ઓછું ? સ્વાભાવિક જ છે કે જે તડપમાં સુખ હોય તે એક મિનિટની તડપ કરતાં બે મિનિટની તડપમાં વધારે સુખ હોય. માટે એને કહેવું કે તારે તે વિષની પ્રાપ્તિ કરવાની જરૂર જ નથી. કારણકે તું વિષયસુખની ઈચ્છાથી પેદા થયેલ તડપને જ સુખ માને છે, તે જીંદગી સુધી તે તડપમ જ રહ્યા કરે. વિષય પ્રાપ્ત થયા પછી તે તડપ ક્ષણવારમાં ચાલી જશે. તો વિષયને તારે ભગવૂવા શા માટે? કહે એ કેણુ આ દુનિયામાં છે કે, ધી રીતે જીંદગી સુધી