________________
વિવેચન ] - તે પાછા નીકળશે–ઉલટી થશે તે રાજાને હમણું ખાવાનું હરામ થઈ જશે. એટલું નહીં પણ જે કદાચ ખાતાં ખાતાં ઉલટીની યાદ આવી જશે, તો ય ખાવાની મુશ્કેલી પડશે એટલે પરમાર્થને જાણેલ તે મંત્રી તે કાંઈ પ્રસંશા કરતો જ નથી. રાજા વિચારે છે કે, “હું તે મંત્રીને બુદ્ધિશાળી સમજતો હતો પણ આ તે જનાવર જેવો લાગે છે. આવા રસવાળા ભજનની પણ કાંઈ પ્રશંસા કરતા નથી. પ્રશંસા ન કરે તે ધૂળ નાંખી પણ હું પ્રશંસા કરું છું તેમાં હંકારે ય પૂરાવતો નથી, ઘેડો ઘાસ ખાય તેમ ખાયે જાય છે....” મંત્રી સમજે છે કે, રાજાના મનમાં નારાજી થાય છે એટલું જ નહીં પણ રાજા સમજે છે કે મારી બુદ્ધિની હરાજી થઈ ગઈ છે. મારી જીભની તારાજી થઈ. છે. પણ બુદ્ધિશાળી છે એટલે નક્કી કરે છે કે, મોટા જોડે જીભાજોડી કરવાથી કંઈ બાજી જીતાતી નથી, અવસર આવે વાત. રાજા તે મનમાં મંત્રીને ગાળે દીધા જ કરે છે અને છેવટે વિચારે છે કે, મંત્રી જેવા મંત્રીને રાજકારભારની આટલી ખબર પડે અને ખાવા-પીવામાં ગમ ન પડે એમ કેમ બને ? શું અભિમાની હશે, એટલે પ્રશંસા નહીં કરતો હોય, શું એને ઘેર મારા કરતાં સારી વાનગીઓ બનતી હશે માટે તેને મારું ભેજન ગમ્યું નહીં હોય. અરે? જંગલીની જેમ એને ઘેર રેટ ને કઢી જ ખાનાર હશે એટલે મારા ભોજનનો સ્વાદ નહીં સમજી શકે હોય.” - ત્યાર પછી એક દિવસ એ પ્રસંગ બન્યું કે, બંને જણને સાથે જંગલમાં જવું પડયું જંગલની શરૂઆતમાં ગામની ગટરનું પાણી ભેગું થઈને એક નાળામાં બહાર આવતું હતું. દુર્ગધ તો એટલી મારતી હતી કે કેઈ નજીક જવાની હિંમત જ ન કરે પણ રસ્તે ત્યાંથી જ હતો એટલે છૂટકો