________________
૧૫
વિવેચન J
[ ૨૨૫
હસ્યા. ઈ દ્રની વાત તેા ઠીક પણ વિષયેાની ઈચ્છા પુરી કરવા માટે તમારે જે કરવું પડે છે એ તમે અહીં સભામાં કહી શકે! ખરા ? શુ આવા પ્રસ ંગેા તમારા જીવનમાં કાઇ નહી' હાય કે જે આવુ' હાસ્ય પમાડે? વિષયેાની ઇચ્છા અને વિષયાની ઉત્સુકતા કેવી દીનતા પેદા કરી શકે છે! આવા મોટા ઈન્દ્રને પણ ક્ષણવારમાં ઝુકાવનારી એ વિષયાને મેળવવાની હાંશ કેવી હશે ? ભલભલા દેવાને પણુ ક્ષણમાં હચમચાવી નાંખનાર ઈન્દ્રને પણ જ્યાં આગળ માણસ નહી પણ ઘેાડો બનીને ઊભું રહેવુ પડે એ શુ` ઓછી દીનતા છે....?
દુનિયાના વિષયાની પ્યાસ આવી જ દીનતા પેદા કરે છે. આત્મામાં જ્યારે આવી દિનતા પેદા થાય છે ત્યારે મન તો એવુ નબળુ થઈ જાય છે કે આ વિષયેાની પ્રાપ્તિ સિવાય જાણે કેાઈ તેના આધાર જ ન હોય! વિષયની પ્રાપ્તિ થયા બાદ શુ ફાયદા થશે ? શુ સુખ મળશે? એ કશે વિચાર મન કરી શકતુ ંજ નથી. સાર અને અસારને ય વિચાર કરી શકતું નથી.