________________
૨૧૨ }
શ્રી સિદ્ધપદ, પિદા કરવાને તે રહેવાનો, રહેવાનો અને રહેવાનો જ!
પણ “વિષ” માટે તમે આવું કહી શકે ખરા કે જે વિષ” સુખ આપનારા, તે વિષયે ગમે તેવી પરિસ્થિતિમાં ગમે તે કાળે.....
અને ગમે તે વ્યકિતને સુખ જ આપવાના ? ના, એક જ ભેજન ખાતાં શરૂઆતમાં સુખ આપે અને પુરૂં થતાં થતાં તે દુઃખી દુઃખી પણ કરી નાંખેને! અકરાંતિયા થઈને ખાયા જ કર્યું હોય તે ખાધા પછીય કલાકે સુધી દુઃખનાં રોદણા ચાલ્યા કરે તો તે ભોજનમાં સુખ છે કે સુખ આપવાને સ્વભાવ છે તે કેમ માની શકાય ?
એક જ સોનાનું ઘરેણું તમારી તિજોરીમાં હોય તો આનંદ આપે અને બીજાને ત્યાં ચાલી જાય કે ચેરના હાથમાં તિજોરીની ચાવી આવી જાય છે તે જ ઘરેણું દુઃખ આપે આ તફાવત કોના લીધે?
કારણ એ જ છે કે, દુનિયાના કેઈપણ વિષયમાં સુખ કે દુઃખ નથી, સુખી કે દુખી કરવાને સ્વભાવ પણ નથી. પણ તે વિષયે માટે ગોઠવાયેલી આપણું માન્યતાઓ અને મમત્વ જ આપણને સુખી કે દુઃખી બનાવે છે. એટલે એટલું તે નક્કી જ છે કે, સંસારના વિષયમાં “સુખ” શબ્દનો પ્રયેળ તે થાય છે પણ વાસ્તવિક દ્રષ્ટિએ જોઈએ તે તે માત્ર ઉપચાર જ છે.
વિષયમાં સુખ ન હોય તે સારી દુનિયા તે માટે કેમ પ્રયત્ન કરે છે?
પ્રશ્ન – જે આ બધા વિષયમાં સુખ નથી જ તો સારી દુનિયા એની પાછળ કેમ દોડે છે? શું દુનિયા બધી ય મૂખે છે કે વિષયમાં સુખ ન હોય છતાંય તેની પાછળ દોડે?