________________
રરર
[ શ્રી સિદ્ધપદ કે, સુખ અને દુઃખ એ નથી તો રાજમહેલમાં કે નથી જંગલમાં. બસ માત્ર કલ્પના ફેરવવાની જરૂર છે. હું મારી કલ્પનાઓ અવળી–અવળી કરી રહ્યો છું. મોટા રાજ્યના માલિક હોવા છતાં ય દુઃખી છું, પણ જ્યાં સુધી મારી કલ્પના નહીં ફરે ત્યાં સુધી મને સુખ પણ નહીં મળે. દાસ દાસીને બેવફા, મંત્રીને કાવત્રાબાજ, જંગલેને ચરપુરુષથી ભરેલું કઉં છું અને દુઃખી થાઉં છું.
જે આ બધી માન્યતા બદલી નાખું તે મારા જે સુખી બીજે મારા રાજયમાં કોઈ ગણાય જ નહીં.
આમ સુખ ને દુઃખ તે કલ્પનાથી જ ઊભા કરવાના હોય છે, અને ક૯૫નાથી જ નાશ પામતા હોય છે. પણ મેહાધીન આત્માની દશા એવી વિચિત્ર હોય છે કે, પિતાની માન્યતાથી જ સુખ–દુઃખ પેદા કરતે હોય છે કે પોતાની માન્યતાથી જ તેને નાશ કરતે હોય છે. છતાંય દુનિયાના વિષયમાંથી સુખ મળે છે. જેમ કુતરૂં હાડકું ચાલે છે ત્યારે પોતે એમ માને છે કે હાડકામાંથી લેહી નીકળી રહ્યું છે. એટલે હાડકાને જોરથી ખાવા જાય છે. લેહી વધુ નીકળે છે. પણ જ્યારે લેહી નીકળી–નીકળીને પિતાના જ દાંત નબળા પડે છે ત્યારે મૂકીને ભાગી જાય છે.
તેમ આપણે મેળવીએ છીએ તો ખરેખર આપણું માન્યતામાંથી જ સુખ કે દુઃખ. પણ સમજીએ છીએ કે,
આ દુઃખ કે સુખ વિષયમાંથી પેદા થઈ રહ્યું છે. - કુતરૂં તો બિચારું સારું છે કે, હાડકું છોડીને ભાગે છે. પણ આપણે તે એવા મહી છીએ કે, મરવાનું ય પસંદ કરીયે, પણ વિષયને છેડી શકતા નથી.