________________
૨૨૦ ]
[ શ્રી સિદ્ધપદ ફકીર કહે છેઃ “એક બહુ સુંદર ઔષધ છે. જા, તું કોઈ સુખી માણસનું પહેરણ થડી વાર માટે પહેરી લે તા તારે બધે રેગ મટી જાય.
રાજા...વાજા ને વાંદરાં ત્રણે ય સરખા. મંત્રીઓને આજ્ઞા કરી દીધી. જાવ ગમે ત્યાંથી પણ કેઈસુખી માણસનું પહેરણ લઈ આવે, મારે બધે રેગ તેનાથી મટી જવાનો છે. પણ દુનિયામાં સુખી હોય કેણ કે તેનું પહેરણ લવાય?
મુખ્ય મંત્રીને બીજા મંત્રીઓ જોડે મેળ નથી, માટે દુઃખી છે. બીજા મંત્રીઓને મુખ્યમંત્રીની આજ્ઞામાં રહેવું પડે છે તેથી દુઃખી છે. . - ગામના વિદ્વાને પૈસા ન હોવાથી દુખી ! લક્ષ્મીવાને તેની સંપત્તિના વારસદારે નથી માટે દુઃખી છે, ગરીબોને ભીખ માંગવી પડે છે માટે દુઃખી છે, ત્યારે ધન-બાન્ય અને પુત્ર-પુત્રીથી ભરેલા કુટુમ્બીઓ તરફના ઝગડાથી દુઃખી, ગામની સાસુઓ પુત્રવધુઓ મરી જાય ને ક્યારે બીજી વચ્ચે બીજી લવાય તેની રાહ જુવે છે, તે પુત્રવધુઓ સાસુ ઘરડી થઈ જતાં ક્યારે મરે અને ક્યારે સુખી થવાય તેની રાહ જોતી દુઃખી થઈ રહી છે, જેના સાસુ-સસરા મરી પરવાર્યા છે તે ઘરમાં કે સંભાળ લેનાર વડીલ નથી માટે દુઃખી છે. આમ સારા ગામમાં ફરીને મંત્રીને કેઈ સુખિચે તે ન મળે પણ ઉલટાની દુખિયાની બહુ મોટી યાદીઓ તૈયાર થઈ ગઈ.
રાજાએ થોડા દિવસે તપાસ કરાવી કેમ કોઈ સુખી માણસનું વસ્ત્ર ન મળ્યું. મ ત્રી કહેઃ રાજાજી! વસ તે નથી મહ્યું પણ “ બધાએ પોતે કેમ દુઃખી છે તેની મોટી યાદી કરાવી છે. આપની ઈચ્છા હોય તે બતાવું ”?