________________
૨૧૮ ]
[ શ્રી સિદ્ધપદ
વિષયમાં નહીં પણ ગમતા અને અણુગમતાની કલ્પનામાં છે. જરાક મનની કલ્પના બદલાઈ કે સુખ દુઃખમાં અને દુઃખ સુખમાં પલટાય જ ! કલ્પના બદલાતાં વાર શી !
સ્ત્રીને જાતે પસંદ કરીને પરણવા બેઠા હોય ત્યાં કોઈ એવી વાત સાંભળવામાં આવી જાય કે કઈ વિચાર આવી જાય તેા હાથ હાથમાં હોય ને ગમતી ન ગમતી થઈ જાય. કેટલાય આવી રીતે પરણતાં-પરણતાં પાછા લાગ્યા. કેટલા વખતથી કરેલી કલ્પના કોઇના એક શબ્દમાં ફરી ગઈ. વળી પાછુ એમ થાય કેમ ગમે તેવુ થાય પણ આના વિના છૂટકો નથી, માટે ડાહ્યા થઇને જે છે તેમાં આનંદ માને તે ગમે તેવા અણુગમતાને ય ગમતુ' બનાવવું પડે.
આમ ગમતુ કયારે અણગમતું થાય તેની ય ખબર નહીં. અને કયારે છૂટકે ન છૂટકે અણગમતાને ગમતુ કરવું પડે તે ય ખખર નહીં. ચાર દીકરા હોય અને એક તાફાની હાય બીજા કમાતા-ધમાતા હોય તે ચેાથેા ઝેર જેવા લાગતા હોય પણ એ વધુ કમાવા માડે કે પેલા ત્રણ કોઇ કારણથી નીચે ગયા તે ચેાથા પર હેતના મેઘ વરસવા માંડે ! માટે નાસ્તિકને કહેવુ... કે તું ય સંસારમાં કયાંયથી પણ સુખ બતાવી શકે તેમ નથી. હોય તે અહીં
પકડી લાવ.
સુખ મેળવવું હાય તા માન્યતાઓમાં છે. ત્યાંથી મેળવ પણ દુનિયાના કોઈ પદામાં સુખ છે તેમ નહીં જ કહી શકાય.
આ માટે એક દૃષ્ટાંત જાણવા જેવુ છે.