________________
વિવેચન ]
[ ૨૧૯ “ “સુખ કયાંથી ? સુખી માણસનું પહેરણું”
એક રાજાને રાજમહેલમાં રહ્યા-રહ્યા બધા શૈભવ અને સાધનોની વચ્ચે પણ કંઈક વિચિત્ર મને દશા જાગવા માંડી. કયાંય તેને સુખ-ચેન ન દેખાય, રાજમહેલમાં જાય ત્યારે એમ થાય કે આ બંધિયાર મહેલ ખાવા આવે છે, બહાર નીકળે ત્યારે એમ થાય કે પોતે આમ રાજા થઈને જંગલમાં રખડે તે શોભતું નથી. દાસદાસી–રાણીઓ સેવા કરે ત્યારે એમ લાગે છે શાંતિથી વિચાર કરવા દેતા નથી. બિચારા કંટાળીને તેને બોલાવે નહીં તે એમ લાગે કે તેમને મારા પ્રત્યે વફાદારી નથી–પ્રેમ નથી. ગુસ્સે થઈને તેમને ઠપકો આપે અને જવાબ ન આપે તે એમ વિચારે કે મનના પાપી છે માટે જવાબ આપતા નથી. જે દાસ–દાસીઓ જવાબ આપીને પરિસ્થિતિ સમજાવવા જાય તો એમ લાગે છે કે પિતાની સામે બોલવાની ધૃષ્ટતા કરે છે. છે. આવી વિચારધારાનો ભાગ બનેલે રાજા બિમાર પડે. મંત્રીઓએ ઉપચાર કરાવ્યા. જો કે એને તો ઉપચારમાં કાવત્રાનો ભાસ થાય છે, અને ઉપચાર શરૂ નહતા કર્યા ત્યારે બધા લાગણીશૂન્ય અને પરવા વિનાના દેખાતા હતાં છતાં ય તે અંદરથી કંઈ એવું સમજતું કે મને કંઈક રેગ થઈ ગયેલ છે.
એક દિવસ રસ્તા પર એક મસ્ત ફકીરને એણે જોયા, અને જોતાંની સાથે જ કોણ જાણે આનંદ આવી ગયે. ક્ષણભર માટે જાણે એની બધી ગમગીની ચાલી ગઈ. પણ વળી પાછું બધું યાદ આવ્યું ને દુઃખી-દુઃખી થઈ ગયે. ફકીર તેનો ભાવ પારખી ગયો રાજાએ તેને બધી વાત કરી. રાજાએ પિતાને રોગ મટાડવા કઈ ઔષધ માગ્યું.