________________
૨૦૨ ]
[ શ્રી સિદ્ધપદ કહેનાર નથી કે પાછા ફેરવનાર નથી. છતાંય આપણે કામ - પતાવીને તરત પાછા ફરી જઈએ. કારણ કે ત્યાં અણગમે, કંટાળે, થાક, પેદા થાય છે. પણ મોક્ષ એ એવું સ્થાન છે, ત્યા એવું સુખ છે કે ન કંટાળે પેદા થાય, ન થાક લાગે, કે ન અણગમો પેદા થાય. તેથી આપણને પિતાને પણ ત્યાંથી પાછા ફરવાનું મન થાય તેવું નથી અને કોઈ આપણને તે સ્થાનેથી પાછા ફેરવી શકે તેમ નથી. પણ મોક્ષના સુખને મેળવવાની તમને ઇચ્છા થાય છે ખરી?
જે જન્મ-મરણના રઝળપાટથી કંટાળો પેદા થયે હોય તે મોક્ષની ઈચ્છા પેદા ન થાય તેવું બને નહીં. પણ તમે બધા અહીં સંસારના સુખમાં એટલા બધા ફસાયેલા છે કે, મેક્ષની વાત આવે છે ત્યારે “હા” મેક્ષમાં જવું છે એમ બોલે છો તો ખરા પણ, દિલમાં તે એમ જ થાય છે ને કે ત્યાં જઈને કરવાનું શું ? * ત્યાં અહીંના જેવું સુખ હોય ખરું?
અહીં જેવા બંગલામેટર હોય? અહીં જેવા મેશશેખ હોય? અમનચમન હોય?
” •••••
.