________________
વિવેચન ]..
[ ર૦૧ દેહ તો પારકો જ પુગલોને બનેલું છે. આત્મા જ્યાં સુધી પંગલનાં બનેલા શરીરરૂપી ઘરમાં રહેવાને ત્યાં સુધી તેને આયુષ્યરૂપી ભાડું ચૂકવવું જ પડવાનું છે, અને તેથી નકક થોપે છે કે આત્માને સ્વતંત્ર રહેવું હોય તે તેને આ દેહ વિના પણ રહેવાય એવું કોઈ સ્થળ મેળવવું જોઈએ.
“મોક્ષ એ જે માત્ર એવું સ્થળ છે કે ત્યાં દેહ વિના રહી શકાય. જ્યાં આયુષ્યકર્મરૂપ ભાડું ચૂકવવાનું હોયે નહીં. માટે તે જ સ્થળ પોતાનું કહેવાય.
આવા સ્થળેથી આપણને કાઢી મૂકવાની કોઈની તાકાત નથી. મોક્ષ એ એવું સ્થળ છે કે, જ્યાં માત્ર આયુષ્યકર્મ , જે નથી. એટલું જ નહીં પણું કોઈ પણ જાતનાં કર્મો નથી, ત્યાં માત્ર આત્મા જ છે. તેથી તે આપણું પોતાનું જે સ્થાન છે. ત્યાંથી આપણને કેઈપણ પાછા ફેરવી શકે તેમ નથી.
આપણે તો સિંધ્ધભગવંતનો વિચાર કરી રહ્યા છીએ. નમે સિધ્ધાણું” ને બીજો અર્થ કરતાં ટીકાકાર મહર્ષિએ ફરમાવ્યું કે, “કદી ય પાછા ન ફરવું પડે તેવા સ્થાનમાં ગયેલા સિધ્ધોને નમસ્કાર થાવ” તેમાં આપણે એટલી વાત તે સિદ્ધ કરી ગયા કે “મેક્ષ' એ એવું સ્વાધીન સ્થાન છે કે, ત્યાંથી આપણને કઈ પાછા ફર્વી ન શકે. પણ કોઈ પાછા ફેરવે તે જ આપણે તે સ્થાનેથી પાછા ફરવું પડે એમ ન કહેવાય.
જે સ્થાન આપણું પિતાનું હોય તે સ્થાન પણ આપણને કંટાળે ઉપજાવે તેવું હોય, થાક પેદા કરે તેવું હોય કે અણગમો પેદા કરે તેવું હોય તો પણ આપણે ત્યાંથી પાછા આવીયે છીએ. જેમ આપણે પિતાના જ બંધાવેલ ટટ્ટખાનામાં આપણે જઈએ છીએ, ત્યાં કોઈ આપણને આવીને