________________
વિવેચન
[૨૫
ખાવું અને ભૂખ્યા રહેવુ, મેળવવું અને છેડી જવુ, સાર અને નરસું આ બેમાં ભેદ તા ચાકકસ છે ને ?
અમને રડવુ, ભૂખ્યા રહેવુ કે જે અમારૂ હાય તે. ચાલી જાય તે ગમતુ નથી, પણ હસવુ -ખાવુ’મેળવવુ ભાગવવુ વિગેરે તા સારા લાગે છે.
રડવા વિગેરેને તે અમે દુઃખ કહીશું પણ તેનાથી વિરૂદ્ધ જે કરવુ ગમે છે તેને સુખ કહીશુ. ત્યારે શાસ્રકારાએ પણ તમારી આ વાત માન્ય રાખી. તેમણે વિચાર્યું કે સાચુ' સુખ તે મેક્ષમાં જ છે. પણ તે મેળવવાની બુધ્ધિ પ્રાણીઓમાં પેઢા તા થવી જ જોઇશે’ને ?
જો હસવું, અનુકૂળ વિષયે ભાગવવા મનુષ્યને ગમે. છે તેને મુખ કહીશુ તે એક દિવસ તેને સુખશબ્દથી જે સાચુ' ‘સુખ' છે, તે મેળવવાની ઇચ્છા જાગશે. માટે ભલે તે પેાતાની ઇષ્ટ કલ્પના અને સયાગને સુખ કહે!
શાસ્ત્રની પરિભાષામાં આ વાતને સમજાવવી હાય તે કહેવાય કે, સ’સારના ઇષ્ટસ ચાગા અને અનિષ્ટના વિયાગાથી જે લાગણી કે ભાવના પેદા થાય છે ત્યાં સાચુ' સુખ નથી. છતાં ય શાસ્ત્રકારોએ ત્યાં સુખ શબ્દના પ્રયોગ કર્યો. છે તે ઉપચાર છે. અર્થાત્ સંસારના બધા સુખા ઔપચારિક છે..વાસ્તવિક સુખ઼ નથી તેમ કહ્યુ છે.
પ્રશ્ન :–અમે ‘સુખ’ માનીને અનુભવીએ છીએ, છતાં ય તે વાસ્તવિક નહીં પણ ઔપચારિક એવું કેમ અને ?
હમણાં તમારા પ્રશ્ન રહેવા દે. એના જવાબ આગળ વિસ્તારથી વિચારવાના છે કે, સસારનું સુખ ઔપચારિક શા માટે અને મોક્ષનુ' સુખ વાસ્તવિક શાં માટે