________________
વિવેચન ]
[ ૧૭૯ તેથી પ્યાલા પાણીમાં તરસ છીપાવવાને, સ્વભાવ ત્યારે જ આવે કે જ્યારે પાણીના પ્રત્યેક બિંદુ બિંદુમાં તરસ છીપાવવાને સ્વભાવ હોય. ' - જે નાના-નાના ટૂકડા હોવાથી કે કરવાથી વસ્તુને સ્વભાવ બદલાઈ જતો હોય તે કોઈ વસ્તુ બની જ ન શકે. દરેક તલમાં તેલ છે કે નહીં? તેલ મેળવવા માટે રેતીના કણિયા કેમ પીલતા નથી? તલને પીલવાથી તેલ જ શા માટે નીકળે અને ઘી કેમ નથી નીકળતું ? કહેવું જ પડશે કે દરેક તલમાં તેલ છે તેથી જ બધા તલ ભેગા કરીને પીલે છે તે તેમાંથી તેલ નીકળે છે. તેવી રીતે અગ્નિમાંથી છુટે પડેલે એક–એક તણખો પણ કંઈ આગ જ–અગ્નિ જ હોય. કઈ તણખે પાણી નથી થઈ જતો રેતીના કણયાએ તેલ માટે પલાતા નથી કારણ તેમાં તેલ છે જ નહીં. - જે એક નાના તણખાને પણ ઘાસની ગંજીમાં કે “રૂ ની ગાંસડીમાં મૂકો તે શું પરિણામ આવે ? બધું જ બળીને ખાખ થઈ જાય. જે તે તણખામાં અગ્નિના ગુણે નથી તે આગ કેણે લગાડી ? તેથી કોઈ પણ વસ્તુનો જે અંશ હોય તેનામાં તે ગુણે હેવા જ જોઈએ. કદાચ તે શક્તિ અપપ્રમાણમાં હોવાથી આપણું અનુભવમાં ન આવી શકે તેમ બને. પણ તેનાથી વિપરીત ગુણે મૂળવસ્તુના અંશમાં આવે જ નહિ. બ્રહ્મ દુઃખ-દર્દ વિનાને અને તેનાથી છૂટે પડેલે આત્મા દુઃખદર્દવાળે આવું કદી બને જ નહિ. તેથી આત્મા બ્રહ્મથી જુદે પડેલે બ્રહ્મનો જ એક અંશ છે અને મુકિત પામી તેમાં જ મળી જાય છે, પિતાનું અસ્તિત્વ ગુમાવી નાંખે છે આ બધી કલ્પનાઓ જ છે.