________________
વિવેચન ]
[ ૧૮૩ થઈ ગયું. પુત્રને ભણાવે એવા અર્થમાંથી પુત્રને આંધળે કરી નાંખે એવો અર્થ થઈ ગયે.
જ્યારે કુણાલના દરબારમાં આ સંદેશે પહોંચે અને મંત્રીઓએ વાંચ્યું ત્યારે તે તેમના રૂવાડા ખડા થઈ ગયા. રાજપુત્ર કુણાલને લાગ્યું કે આ પત્રમાં કંઈ એવું લખ્યું છે કે જે મારા માટે ગ્ય ન હોય તેમ મંત્રીઓને લાગે છે પણ તે તે પિતાની ગમે તેવી આશા હોય તે માન્ય કરવા તૈયાર હતાં.
આખરે રાજપુત્ર કુણાલના આગ્રહને વશ થઈને મંત્રીએને જેવું લખેલું હતું તેવું વાંચવું પડયું. પિતૃભકત કુણાલે એ વિચાર્યું જ નહીં કે પિતાએ શા માટે આવી આજ્ઞા કરી હશે? અને તરત જ માણસને બોલાવી બે સળિયા તપાવીને લાવવાનો હુકમ કર્યો. જેવા સળીયા આવ્યા કે તરત જ કુણાલે પિતાની આંખમાં આંજી દીધા અને અંધ બની ગયે.
આ એક મીંડાએ બંને આંખેને મીંડા જેવી નકામી બનાવી દીધી. કુણાલને જીવનને અગ્ય બનાવ્યો જ પણ સાથે સાથે તે રાજ્ય માટે પણ અગ્ય બને.
કારણ કે અંધ ગમે તે શૂરવીર હોય પણ તેને રાજ્યગાદી પર ન બેસાડાય.
વિચાર કરે કે એક મીંડુ વધારે થયું તે કેટલા અનર્થ થઈ ગયે. માટે મહાપુરૂષની કૃતિઓમાં પણ છંદ અને વ્યાકરણના નામે ડહાપણ ડહાળીને જેમ આવે તેમ ફેરફાર ન કરવા જોઈએ. અને જેવિ રચના હોય તેવું જ ઉચ્ચારણ કરવું જોઈએ.