________________
૧૯૪]
[ શ્રી સિદ્ધપદ જે આ શરીર આપણું પોતાનું હોય તે આવી રીતે ખાલી કરવું પડે ખરું? | આપણું પિતાનું કેઈ ઘર છે જ નહીં. માટે જ એક ઘરેથી બીજા ઘરે ભટકવું પડે છે, અને તે તે ઘરેથી પાછા ફરવું પડે છે.
તેથી ખ્યાલ રાખે કે, આ સંસારમાં કોઈ એવું સ્થાન–ઘર આત્મા માટે નથી કે જ્યાં આત્મા અમુક નક્કી સમયથી વધુ એક પણ સમય રહી શકે. અથવા શાશ્વત કાલ રહેવાને મરથ પણ કરી શકે. .
“સંસાર” શબ્દનો અર્થ જ એ થાય છે કે, જ્યાં જન્મ અને મરણ, મરણ અને જન્મ આમ સંસરણ કરવાનું હોય. નરકથી તિયચ, તિર્યંચથી મનુષ્ય, મનુષ્યથી દેવ અને દેવથી મનુષ્ય અથવા તિર્યચ. આમ ચારે ગતિમાં ભ્રમણ હોય અર્થાત્ ૧૪ રાજકના એક છેડાથી બીજા છેડે હોય અને બીજા છેડાથી પેલા છેડે એમ ભમ્યા જ કશ્વાનું હોય તેનું નામ સંસાર.
જ્યાં સુખમાંથી દુઃખમાં અને દુઃખમાંથી સુખમાં સંસરણ થયા જ કરે તેનું નામ સંસાર A કહો કે, જ્યાં સ્થિર થયા પહેલાં જવાની વાત થાય : તેનું નામ સંસાર. જ્યાં હંમેશા સંસર ને સંસ્રરણુ જ છે. એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં ભ્રમણ થયા જ કરે તેનું નામ સંસાર. મોટામાં મોટી સ્થિતિવાળા દેવને પણ દેવેલેકનું આયુષ્ય પુરૂં થયે દેવકથી પાછા ફરવું ” જ પડે છે. કરીને કેઈની શરમ નથી. કેઈ તેને બ્રમમાં નાંખી શકતું નથી. ગમે તેટલું લાંબુ જીવન મળ્યું હોય પણ તે સ્થાનમાં રહેવાના ભાડારૂપ આયુષ્યકમ ખલાસ થયું એટલે