________________
- વિવેચન ]
- [ ૧૯૩ સાંભળ્યું જેનું મત ન થયું હોય? અમર બનીને આ દેહમાં રહ્યો હોય ? કેઈને વહેલું તો કઈને મોડું પણ આ શરીરરૂપી ઘર છેડ્યા વિના ચાલવાનું જ નથી.
ભૂતકાળમાં અનંત તીર્થકર થઈ ગયા. અનંત ગણધરે, અનંત ચક્રવતીએ, રાજા-મહારાજા થઈ ગયા, પણ કેઈનેય આ ભાડાનું ઘર ખાલી કર્યા વિના છુટકે જ નથી. બધા જ અહીંથી વિદાય લઈ ગયા છે.
જેણે જેટલી વધારે મુદતનું ભાડું ભર્યું હોય તે તેટલું વધારે વખત રહી શકે. અને જેણે ઓછી મુદતનું ભાડું ભર્યું હોય તેને જલ્દી ખાલી કરવું પડે. ' જાણે છે કે, આયુષ્ય નામનું કર્મ છે, એ પુરૂં થયું કે ભાડું ખલાસ. પછી કોઈ એક સેંકડ વધુ ન રહી શકે.
અહીં તે ખાલી કરાવવા પહેલા માલિક વિનંતી કરે છે, નોટીસ આપે છે. પણ આ દેહને ખાલી કરવા પડે છે ત્યારે નથી તે કઈ વિનંતી કરતું કે નથી કોઈ સમાચાર આપતું. એ તે જે ક્ષણે, જે સમયે આયુષ્ય પૂર્ણ થયું તે ક્ષણે, અને તે જ સમયે ઘર ખાલી કરવું જ પડે.
અહીંથી જશે પછી બીજે સારી ચા ખરાબ જણ્યા મળશે? કેવી રીતે જશે? એ કશું વિચારવાને સમય મલતે હી. કેમને? "
જેમ દવે ઓલવાઈ જાય ને તે જ ક્ષણે અંધકાર ફેલાઈ જાય તેમ જે ક્ષણે આયુષ્યકર્મ ખલાસ થાય તે જ ક્ષણે આ દેહ ખાલી કરવા પડે છે.
*
;
,
,