________________
વિવેચન |
[ ૧૮૯ તે પ્રથમ એ વિચાર કરવો ઘટે કેપાછા ફરવાની ક્રિયા એટલે શું? એ કિયા શા માટે? એ કિયા કોણે કરવી પડે?
એ ક્રિયા કેવી રીતે થાય? ઈત્યાદિ વિચારણા થાય. તે ખબર પડે કે પાછા ફરવું કેણે પડે?
અને. કદીય પાછા ફરવું ન પડે એવું કયારે બને?
પાછું ફરવું એટલે શું? જ્યાં આપણે કઈ પણ કારણે યા કારણ વિના સ્વછાએ કે બળાત્કારે ગયા હોઈએ કે પહોંચી ગયા હોઈએ ત્યાંથી પાછું તે સ્થળે કે તેના જેવા જ કેઈક સ્થળે જવું પડે તેનું નામ પાછા ફરવું.
શું તમે બધા કે આપણે બધા પાછા ફરવાના છીએ એ ખ્યાલ છે? પાછા ફરવાનું છે એ શબ્દ સાભળતાં કઈ વિચાર આવે છે ? મનને કઈ દિશામાં વિહાર થાય છે? હદયમાં કેઈક પ્રહાર થઈ રહ્યો હોય એવી વેદના થાય છે? જે સ્થાને આવીને તમે આટલી ઉસર ગુમાવી છે તે સ્થાને તમે યાંથી આવ્યા છે અને કયાં પાછા જવાનું છે એને જરા ય ખ્યાલ આવે છે ?
તમારા ગામમાં સુવાવડબાતા અને શ્મશાનઘરો છે કે નહીં ? તમારા ઘરમાં ય કોઈના ય જન્મ-મરણ થાય છે કે નહીં? તમે ય જન્મ તે ધારણ કર્યો જ છે ને ? અને જીવી રહ્યા છે તેથી મરવાનું છે એ પણ નિશ્ચિત છે ને?