________________
૧૭૮ ]
[ શ્રી સિદ્ધપદ
પણ તમને ખબર છે ને કે એવા કેટલાય ઝેર છે કે જેમાં એક બિંદુમાત્રથી માણસના બધા ય દિવસેા પુરા થઇ જાય છે. જો નાના-નાના ટૂકડા કરે અને સ્વભાવ ફ્રી જ જતો હેય તો આમ કેમ અને ? પણ તમે પ્રશ્ન કરા કે મહારાજ સાહેબ ! જેમ એક ટીપુ પાણી પીવાથી તો તરસ મટતી નથી પણ વધારે પીએ તો મટી જાય. તેથી નકકી કરી શકાય કે પાણીના ટીપામાં તરસ છીપાવવાને ગુણુ નથી પણ બધા ટીપા ભેગા કરવાથી તેમા તરસ છીપાવવાને ગુણ પેદા થયા.
પણ આ વાતે ય ખાટી છે, જેમ પાણીમા` તરસ શાંત કરવાના ગુણ છે તેમ દરેકે દરેક બિંદુમાં પણ તરસ શાત કરવાના ગુણ છે. પણ આપણને એટલી બધી તરસ લાગી છે કે એક બિંદુથી છીપાવી શકાય તેવી તે તરસ નથી. અને તેથી જ્યારે ખૂબ જ તરસ લાગી હશે ત્યારે એક લોટો ભરીને પણ પાણી પીશે તો ય તમને એમ નહી લાગે કે તરસ છીપાય છે તો શુ લાટા પાણીમાં તરસ છીપાવવાના સ્વભાવ નથી ?
તમે તો લેાટા એ લોટા પાણીમાં શા ંત થઈ જાવ પણ હાથીને દિવસના બે-ચાર લેાટા જ પાણી આપે! તો તે તરસે મરી જાય ખરો કે નહીં ? આમ કેમ થયું ? લેટા પાણીથી તમારી તરસ છીપાય પણ હાર્થીને તેટલું જ પાણી મળે તો તે તરસ્યા મરી જાય માટે તેને તો ડાલેાની ડાલેા ભરીને પાણી જોઇએ.
ડાલેા ને ટાલા ભરીને પાણીમાં જ તરસ છીપાવવાની શકિત છે અને પ્યાલા પાણીમા જ તરસ છીપાવવાની શકિત નથી એમ તમે કહી શકો ખરા ?