________________
વિવેચન ]
૧૬૧ ] ઘાતકર્મને ક્ષય તો કરી શકે છે. પણ અનંતબલી એવા આત્માને અનંત ઘાતકર્મોથી મુકત થયો હોવા છતાં અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય પ્રગટ્યાં રહેવા છતાં પણ શાશ્વત એવા મેક્ષ સ્થાનમાં પહોંચાડી આ શરીરમાંથી મુક્તિ આપી શકતા નથી માટે જ ટીકાકારે શુકલધ્યાનરૂ૫ અગ્નિવડે એટલું ન લખતાં જાજવલ્યમાન શુકલધ્યાનરૂપી અગ્નિ વડે તેમ લખ્યું. કારણ કે કર્મોની તદ્દન અસરથી મુક્ત થવા માટે તો શુકલધ્યાનના પાછળના બે પાયા જ સમર્થ છે. માટે શુકલધ્યાન અગ્નિ છે તે તેની પાછળના બે પાયા જાજ્વલ્યમાન અગ્નિ છે. કારણ કે તેના વડે જ કર્મોની અનાદિની સત્તાનો અંત કરી શકાય છે. શુકલધ્યાનના પહેલા બે પાયાએ ભલે મહાન કામ કર્યું હોય અને તે કર્યા પછી જ ભલે તે બાકીના બે; ત્રીજા અને ચોથા પાયાઓ પિતાનું કામ કરવા સફળ થયાં હોય છતાં ય કાર્યની પૂર્ણતા તો બાકીના બે પાયાએ જ કરી કહેવાય. અને તેની આ શકિતને કારણે જ તે બે પાયાનું જાજવલ્યમાન એવું વિશેષણ ટીકાકારે આપ્યું છે.
આમ “ જાજ્વલ્યમાન શુકલધ્યાનગ્નિા” આટલા પદને કંઈક ખ્યાલ આપણે કરી ગયા.
મિયાંછને નિમાઝ કર્યો છે. દી” જે તે વિસ્તારથી આપણે એ સમજી ચૂકયા છીએ કે ધ્યાન માત્ર કમનો નાશ કરનાર નથી પણ શુકલ અને " ધર્મધ્યાનમાં જ કર્મનો નાશ કરવાની શકિત છે. છતાં ય સામાન્ય રીતે મેક્ષાથીઓમાં એવી જ પ્રસિદ્ધિ છે કે ધ્યાનથી કર્મને નાશ થાય. પણ કર્મને નાશ કરવાની