________________
વિવેચન]
[૧૫૯ વાર યાદ આવ્યા કરે; “હું ભગવાનની આજ્ઞાનું સંપૂર્ણ પાલન કેમ નથી કરી શકતો? કયારે મારામાં એવું સામશ્ય પ્રગટશે કે સારા ય સંસારની પાપપ્રવૃત્તિને છોડીને હું બધાને અભયદાન આપનાર બનીશ? આ ભાવ જાગે તે તેને સંસારની પ્રવૃત્તિમાં પણ ધર્મધ્યાન થઈ શકે. આ ધર્મધ્યાનમાં રહેલે આત્મા યથાખ્યાત ચારિત્રને પણ માલિક થઈ શકે છે.
શુકલધ્યાન મેક્ષમાં જવા માટે તે આ શુકલધ્યાન જ જોઈએ. આ ધ્યાનના પણ ચાર પાયા છે. ૧ પૂથ– વિતર્ક. ૨ એકત્વ વિતર્ક. ૩સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતિ. ૪ ચુપરતક્રિયા નિવૃત્તિ.
જેમ સંસારની વાસના પ્રબળ થતાં આત્મા આર્તધ્યાનમાંથી રૌદ્રધ્યાનમાં પરિણમતો જાય છે તેમ મોક્ષની પ્રબળ ભાવના થતાં આત્મા ધર્મધ્યાનમાંથી શુકલધ્યાનમાં પરિણમે છે. શુકલધ્યાનની શરૂઆત થાય છે ત્યાં તે મોક્ષની ઈચ્છા હોય છે. પણ છેલ્લા બે પાયા વખતે તેની પણ જરૂર રહેતી નથી. મેક્ષની ઈચ્છા થાય છે તે મેહનીયકર્મની સહાયથી પણ એ મેક્ષની ઈચ્છા દ્વારા એવા પરિણામ આત્મામાં જાગૃત થાય છે કે ઈચ્છા માત્ર પેદા કરનાર મહનીયકર્મ ચાલ્યું જાય છે, છતાં પણ વસ્ત્ર પર રંગ રહી જાય છે. તેમ આત્મામાં એવા પરિણામ રહી જાય છે કે જે મોક્ષ અપાવીને જ રહે.