________________
વિવેચન]
[૧૫૭ પરિબળે કયા ? તે પરિબળને કેમ રોકી શકાય ? આ બધો વિચાર મુખ્ય છે. એઢલે ભગવાનની ઘણું ઘણું વિષયની આજ્ઞામાંથી માત્ર અપાયવિષયક આજ્ઞાનું ચિંતન છે. માટે તે ધ્યાન વ્યાપ્ય કહેવાય.
વિપાકવિચય -કયું કર્યું કર્મ કેવું કેવું ફળ આપે છે? ક્યારે ફળ આપે છે? કઈ ગતિમાં ફળ આપે છે ? કેવા કાળમાં ફળ આપે છે? તે ફળ વખતે પ્રાણી કેવી નિરાધાર દશામાં મૂકાય છે. વિગેરે કર્મના ઉદયનો વિચાર મુખ્ય રીતે જેમાં છે તેવું ધ્યાન તે વિપાકવિચય છે. અર્થાત્ કર્મવિષયક જિનેશ્વર ભગવાનની આજ્ઞાનું ચિંતન તે વિપાકવિચય છે. માટે તે ધ્યાન પણ વ્યાપ્ય કહેવાય.
સંસ્થાનવિચય સંસ્થાન એટલે આકૃતિ. લોક અને તેમાં રહેલા પ્રત્યેક પદાર્થોની આકૃતિ તેમ જ સ્વરૂપને વિચાર કરે તે સંસ્થાનવિચય. વિશ્વને ગમે તે પદાર્થ સામે આવે ત્યારે તેમાં રાગ-દ્વેષ ન પામતાં મેહ ન પામતાં તે પદાર્થનો વિચાર કરવો, તેના દ્રવ્ય-ગુણપર્યાયનું ભગવાનની આજ્ઞા મુજબ ચિંતન કરવું, સ્વજનને જોઈને જે આ મારા છે, હું એને છું એ વિચાર આવે તો તે આર્તધ્યાન. પણ એવા વિચાર કરો કે અનાદિ સંસારમાં સ્વજન કોણ અને પરજણ કેણુ? આત્માને નથી તે કઈ સ્વજન કે નથી તે પરજન, વળી હું એને જોઉં છું તે તો છે પુગલ. આજે જે રૂપનું મને આકર્ષણ લાગે છે તે જ રૂપ શું પુદ્ગલનું સ્વરૂપ છે? આવા પુદ્ગલમાં શું મહાવું હતું ? વિગેરે વિચારે સંસ્થાનવિચય છે. અર્થાત કહે કે સંસારના પદાર્થ માત્રની મેહ પમાડવાની શકિતને