________________
૧૭૨]
[ શ્રી સિદ્ધપદ તેથી બૌધ્ધની બુદ્ધિને ધન્યવાદ આપીને અહીં જ રહેવા દઈએ.
જો કે સ્યાદ્વાદરૂપી મહાવિશ્વમાં આવા વાદોને પણ સ્થાન આપી શકાય છે. પણ હમણું તો આપણે કર્મોથી મુકત થયેલ સિધ્ધ આત્માનું પણું અસ્તિત્વ છે અને તે દીવાની માફક નાશ પામી જતાં નથી પણ અનંતકાળ સુધી ટકે છે, તેનો જ વિચાર કરવાનો છે. તેથી જ તેમનું આલંબન લેવાનું પણ પ્રજન છે, અને તેમનું નામ જપવાનું કે તેમને નમસ્કાર કરવાનું પણ પ્રયજન છે.
તેથી આપણે તે માનીએ છીએ કે, કમરનો ક્ષય થઈ જવાથી આત્માનો નાશ નહીં પણ આત્માના સાચા જીવનની-શુદ્ધ પર્યાયની શરૂઆત થાય છે. - બ્રહ્મવિલયવાદ અને તેનું ખંડન /
પણ કેટલાક એવા પણ માનવાવાળા છે કે, આત્મા મુકિતમાં જાય છે, બંધનથી છુટ થાય છે અને જગકર્તા બ્રહામાં વિલીન થઈ જાય છે. આ બ્રહ્મવાદીઓ પણ એક રીતે આગળ કહ્યા તેવા બૌદ્ધો જેવા જ છે.
પણ
...
ફરક એટલો છે કે બીધે આત્માને સદંતર નાશ થયે છે તેમ માને છે. અને તેનું કોઈ પણ, કયાંય પણુ સ્થાન છે તેમ બતાવતા નથી. પણ આ બ્રહ્મવાદીઓ એટલી વાત વધારે છે કે આત્મા બંધનમાંથી મુકત થઈને બ્રહ્મમાં વિલીન થઈ જાય છે.
પણ આ મતમાં ય મુક્ત થવાની કઈ જરૂર છે તેવું "સિદ્ધ થઈ શકતું નથી. તેથી તે ય બરાબર નથી.