________________
૧૭૦ ]
[ શ્રી સિદ્ધપદ પિતાના અસ્તિત્વને નાશ એ પણ ધર્મ પ્રવૃત્તિનું કે ફલ છે?
જેનશાસનમાં આવે મેક્ષ નથી. ખરી રીતે વિચાર કરીએ તે બુદ્ધની પાસે આ પ્રશ્નનો જવાબ જ ન હતો. કે કર્મને ક્ષય થયા પછી આત્માનું શું થાય છે? નહીં તે. આવું દીવાનું દૃષ્ટાંત આપત જ નહીં. કારણકે દીવે ઓલવાઈ ગયે એ વાત સાચી પણ “દીવાને નાશ” થઈ ગયા આ વાત સાચી નથી. - જે દીવાનો નાશ થઈ ગયે તે તેનાથી મેશ કેમ પેદા થઈ? દીવાને સળગતે કે ઓલવાઈ જતે પણ બરાબર જોશો તે દેખાશે કે તેમાંથી કાળા-કાળા ગોટાઓ નીકળે છે. અને જે ગેખલા પર કે જે સ્થળે મૂક હશે ત્યાં જે તે માલૂમ પડશે કે ત્યાં કાળી-કાળી મેશ બાઝી ગઈ હશે.
આ મેશ કયાંથી પેદા થઈ? તે સળગતા દીવાનું જ એકરૂપ છે કે બીજું કંઈ છે? જે તે સળગતા દીવાથી પેદા થઈ છે તો દીવાને નાશ કેવી રીતે થયું ?
કપડું લઇને દરજીને ત્યાં જાવ ને ઝભ્ભો બનાવીને આવે એટલે કપડાંનો નાશ થયે કે કપડાંને આકાર બદલાયે? * જે બુદ્ધને આ વાતની ખબર હતી તે દીવાને નાશ થઈ જાય છે તેવું દૃષ્ટાંત આપત જ નહીં. કારણકે આ દૃષ્ટાંતથી પણ આત્માનો નાશ થઈ જાય છે તે સિદ્ધ થતું જ નથી.
કારણ કે દી તેલમાંથી ઉત્પન્ન થયે અને કાજળમેશમાં પલટાઈ ગયે. તે નાશ કેને ?