________________
વિવેચન }
[ ૧૬૫
રહે. તેમના આત્મપ્રદેશાને પણ વચન તથા કાયારૂપ ચે દ્વારા આશ્રવરૂપ પવન ક્ષણે ક્ષણે ફફડાવતા જ હાય છે. કૅમના કેટલા સિતમ છે ! જે આત્માને હવે કશું જાણવાનુ` બાકી નથી રહ્યુ.. આનંદમાં કાઇ ત્રુટિ નથી રહી, રાગના અ`શ પણ બાકી નથી રહ્યો, તેવા પણુ આત્માના આત્મપ્રદેશ તેા હજી આશ્રવરૂપ પત્રનદ્વારા ડોલાયમાન થયા જ કરે છે.
આમ કહેવાય તેા અઘાતિકર્મી પણ આત્મપ્રદેશને સ્થિર ન થવા દેવામાં કેટલા જખરા ભાગ ભજવે છે.
વહેલામાં વહેલી આઠ વર્ષની ઉંમરે દીક્ષા મેળવી હાય, અને વહેલામાં વહેલા નવ વર્ષની ઉંમરે કેવલજ્ઞાન મેળ વ્યું હોય અને મોક્ષગમનને ચેાગ્ય એવુ પૂર્વ ક્રોડ વસ્તુ આયુષ્ય હાય તેવા પણ મહાત્માઓના આત્મપ્રદેશને આ અઘાતકર્મા કેટલા કાળ અસ્થિર રાખે ! નવ વર્ષ આછા પૂર્વ કાડ વર્ષ સુધી આ અઘાતિકર્માં તેમના આત્મપ્રદેશને એક ક્ષણ માટે પણ સ્થિર ન જ થવા દે!
લાખા રૂપિયાના કેસ કર્યા. કેસ જીતી પણ ગયા. કાટે તેમને સહી સિકકા પણ કરી આપ્યા કે, હવે બધી મૂડી તમારી જ છે. પણ કેસના ચુકાદામા` એક એવી પણ કલમ છે કે, તમારે એક મહિના સુધી જેલમાં રહેવું પડે તેમ છે.
કહા, બધી જ મિલ્કત તમારા હાથમાં ! તમારા સિવાય ફાઈના હક્ક ના ચાલે. મિલ્ક્ય જાણે તમારી રાહ જોઇનેજ મ ઉભી રહી હાય તેવી રીતે તૈયાર છે. પણ, જેલમાંથી નીકળ્યા પહેલા શુ થાય?