________________
વિવેચન :
પિલા માણસે સમજાવ્યું, “અરે યાર કયા બુટ હૈ તુમ્હારી, વે દૂસરી આયાત તે પઢે નહીં કિ “બાહ લગે. પત્તિ” “જબ અપવિત્ર હે” તબ નિમાઝ નહીં પઢને ઔર દૂસરા અર્થ લગાને બૈઠ ગયે
. કેટલીક વખત પ્રકરણ શું ચાલે છે. તેનો વિચાર ન કરીએ તે આવી પણ દશા આવે. ધ્યાનથી જ મેક્ષ થાય છે. એવું સામાન્ય વચન શાસ્ત્રમાં આવે એટલે પકડી એચ . કે, ગમે તેનું ધ્યાન, ગમે તેવું સ્થાન મેક્ષ આપનારૂં છે. પણ તેમ માની ન લેવાય. માની લેવાથી કંઈ દુનિયા થાય ફરી જવાની છે? ધૂળના કણિયાને તેલ માનીને ભલેને રાત-દિવસ ઘાંચીની ઘાણીમાં પીલ્યા કરે, પણ તેમાંથી ચાર ચ તેલ થોડું નીકળવાનું છે? અહીં આવી ભૂલ ન થાય માટે સમજવાનું છે કે, ધ્યાનથી કમરને નાશ થાય એટલે કેઈપણ ધ્યાનથી નહીં પણ ધર્મધ્યાન અને શુકલધ્યાનથી આ જ થાય. એટલે કર્મક્ષયની કે મેક્ષની વાત ચાલતી હોય તે ત્યાં ધ્યાન એટલા જ શબ્દથી પણ ધર્મધ્યાન કે શુકલધ્યાન જ સમજવું.
અતિચારની ગાથાં તે રોજ પડિક્કમણામાં ગણે છે , ત્યાં તપાચારની ગાથામાં શું આવે છે.” પાયચ્છિત વિણઓ, વેયાવચ્ચે તહેવ સઝા; ઝાણું ઉસગે વિચ, અભિંતરએ તે હાઈ - હવે અહીં તે શાસ્ત્રકારે માત્ર “ધ્યાન” શબ્દનો જ ઉપયોગ કર્યો છે, તેમ છતાં ધર્મધ્યાન કે શુકલધ્યાન જ સમજવું પડે. કારણ કે, અત્યંતર “તપ”માં આ ધ્યમાં અને રૌદ્રધ્યાનને સમાવેશ ન થાય, પણ ધર્મધ્યાન અને શુકલધ્યાનને જ સમાવેશ થાય.