________________
વિવેચન]
[ ૧પપ ધર્મધ્યાન ધર્મધ્યાનના ચાર પાયા છે–ચાર વિભાગ છે.
૧ આજ્ઞાવિચય, ૨ અપાયવિચય, ૩ વિપાકવિચય, ૪ સંસ્થાનવિચય.
પહેલાં આજ્ઞાવિચય કેમ? આ ચારે ધ્યાનમાં સૌથી પહેલે પ્રભેદ આજ્ઞાવિચય કહ્યો તે બહુ હેતુપૂર્વક કહેવામાં આવે છે. - જ્યાં સુધી આત્માને જિનેશ્વરદેવનું મહત્વ સમજાતું નથી, વિતરાગ તરફ બહુમાન પ્રગટતું નથી, ત્યાં સુધી ભગવાનની આજ્ઞાનું મહત્વ પણ સમજાતું જ નથી, અને ત્યાં સુધી વાસ્તવિક રીતે ધર્મના સાધને કેને કહેવાય ? ધર્મની આરાધનાથી મળનાર મેક્ષ કેવી રીતે મળે ? સંસારના તમામ સુખથી પર થયા બાદ જ આત્મામાં સુખ પ્રગટી શકે છે તેવું સમજાતું નથી. માટે આવા આત્માઓ માટે વાસ્તવિક શુદ્ધ ધર્મધ્યાન પ્રગટવું મુશ્કેલ છે, પણ તેમ છતાં જેનામાં ગમે તે રીતે પણ મેક્ષની ઝંખના પેદા થાય છે તેનામાં આ વાસ્તવિક ધર્મધ્યાનને પ્રગટ કરી આપનાર ભાવનાઓ પ્રગટ થઈ શકે છે. પણ જિનેશ્વરદેવેની આજ્ઞા બહારનું ધ્યાન એ સાચું ધર્મધ્યાન નથી, અથવા તે જિનેશ્વરદેવેની આજ્ઞા મેળવ્યા સિવાય સાચું ધર્મયાન પેદા થતું નથી, આ સૂચવવા માટે જ “આજ્ઞાવિચયને ધર્મધ્યાન પ્રથમ ભેદ કે પ્રથમ પાયે કહેવામાં આવ્યા છે.
સંસારરૂપ મકાનને પાડી નાંખી મોક્ષરૂપ મહાલય બનાવવા માટેનો પ્રથમ પાયો એટલે