________________
'
૧૫૪]
[ શ્રી સિદ્ધપદ અપૂજ્યમાં, હિંસા અને અહિંસામાં. સત્ય અને અસત્યમાં કઈ અંતર રાખતું નથી. અર્થાત્. ગમે તેવા પાપ સેવવાની તૈયારી પેદા થાય, ગમે તેવું અર્તવ્ય કરતાં લજજા પેદા ન થાય, પૂજ્યોની–ગુણવાનની-ઉપકારીની અવહેલના કરતાં દિલમાં દર્દી પેદા ન થાય, અસત્ય બોલતાં અને હત્યા કરતાં
જરા ય હૃદય કંપે નહિ પણ આનંદ પામે. ત્યારે તેવા વિચારેની એકાગ્રતાને રૌદ્રધ્યાન કહેવાય છે.
એટલે કહે કે આર્તધ્યાન બે ડિગ્રીને તાવ છે, તો રૌદ્રધ્યાન છ ડીગ્રીને તાવ છે. બંનેમાંથી કેઈનામાં પણ શરીરને તંદુરસ્ત રાખવાની તાકાત તે નથી જ. બંને શરીર માટે નુકસાનકારી તે છે જ. પરંતુ આર્તધ્યાન કંઈક વિવેકને અંશ રહેવા દે છે. પાપ થઈ ગયા પછી પણ પશ્ચાત્તાપ કરવાના પરિણામ જલ્દી જગાવી શકે છે. જ્યારે પ્રબળ રૌદ્રધ્યાન વિવેકનો સમૂળગો નાશ જ કરી નાંખે છે. માટે જ આવા ધ્યાનમાં રહેલાઓની નરકગતિ રાહ જોતી હોય છે. આ ધ્યાનને અંશ પણ બાકી હોય એટલે આખું પાતળું પણ રૌદ્રધ્યાન હોય ત્યાં સુધી સંયમને પરિણામ અર્થાત છઠ્ઠા ગુણસ્થાનની પ્રાપ્તિ ન જ થાય જ્યારે આ ધ્યાન આછુંપાતળું પણ બાકી હોય તો પણ સંયમની (છઠ્ઠા ગુણસ્થાનની) પ્રાપ્તિ તે થવા દે.
વાતવાતમાં મારી નાંખવાની વાત કરવી, શસ્ત્ર સરં. જામે બનાવવામાં મશગુલ રહેવું, પિતાને સ્વાર્થ ન સધાતે હોય છતાંય બીજાનું નુકશાન કરવામાં આનંદ લૂટ એ બધું રૌદ્રધ્યાન છે. જેમ જેમ વિષયની પિપાસા પ્રબળ થતી જાય, તેમ તેમ અતધ્યાન રૌદ્રધ્યાનમાં પલટાતું જાય છે. માટે આ બંને ધ્યાન છેડવા ગ્ય છે. અને ધર્મ અને શુકલ એ બે સ્થાન મેળવવા યોગ્ય છે.