________________
૧૫ર]
[શ્રી સિદ્ધપદ પણ સંસારી વિલાસના સાધનમાં, ભેગ કે ઉપભેગની સામગ્રીમાં રાગદ્રષ્ટિથી જેટલી એકાગ્રતા સધાય તે બધી કર્મની કમાઈ જ કરાવનારી છે. ભવની ભવાઈ કરાવનારી છે. પણ તેથી આત્માની લેશ માત્ર ભલાઈ થાય જ નહીં માટે જ શાસ્ત્રકારોએ આવા ધ્યાનને સંસારના હેતુઓ કહ્યા છે. શાસ્ત્રકાર જણાવે છે કે “આરી સંસારહેતું” આર્ત અને રૌદ્ર ધ્યાન સંસારના કારણે છે. સંસાર ભાવનાના બધા વિકલ્પ એ આર્તધ્યાન જ છે. કારણ કે સંસાર માટે વિક
લ્પ થાય એટલે આત્માને જે ઈષ્ટ લાગે તે ઝંખના થાય જે કંઈ ઈષ્ટસિદ્ધિની વચમાં આવતું હોય તે બધું પ્રતિકૂળ લાગે અને તે બધાથી દૂર થવાની લાલસા જાગે. પોતાને જે ઈષ્ટ લાગ્યું છે તે સદંતર પિતાની સાથે જ રહે, ભવોભવમાં પણ સાથે જ રહે તેવી ઈચ્છા પ્રગટે જેને શાસ્ત્રની ભાષામાં નિયાણું” કહેવાય, તેવું નિયાણું કરવાનું મન થાય આ બધું આર્તધ્યાન છે. કારણ કે ઈષ્ટને પ્રાપ્ત કરવાની ઈચ્છા જાગે ત્યાં સુધી આત્મામાં ઉત્સુક્તા જાગે એટલે
જ્યાં સુધી તે સામગ્રી મળે નહીં ત્યાં સુધી આત્મામાં એક ઝીણી ઝીણી રિબામણ ચાલુ જ રહે જેમ અંદરને તાવ કોઈને ખબર ન પડે પણ અંદરથી તે બધી ધાતુઓને બધા શરીરને તપાવતો જ હોય છે. તેમ ઈષ્ટની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી આ મહિને ઝીણે તાવ ચાલુ રહ્યા જ કરે છે. વળી આવી ઝંખના પછી પણ ચીજ મળી જાય તે તેમાં મૂઢતા પેદા થાય છે. વારંવાર જાણે સંનિપાત જ ન થયો હોય તેમ “હે !” મને મળી ગયું “વાહ” હું કે, સુખી છું “મારા જેવું જગતમાં બીજુ કોણ હશે ?” મને મળેલું કેઈ ન લઈ લે, એાછું ન થઈ જાય, બગડી ન જાય, તેવી જ રીતે સાચવી રાખું.” આવા આવા કેટલાય