________________
વિવેચન]
( [ ૧૫૧ હોય તો જ થઈ શકે તેવું નથી, પણ જ્યારે દયેયના માટે અપૂર્વ પ્રેમ પ્રગટે છે ત્યારે ધ્યાન એકદમ થઈ જ જાય છે પ્રાણુની ગતિ આપેઆપ જ વ્યવસ્થિત થઈ જાય છે.
પ્રશ્નઃ-શું પ્રેમ હોય તે ધ્યાન એમ ને એમ થઈ
જાય ?
ઉત્તર :-શા માટે ન થાય ? આગળ દૃષ્ટાંતમાં શું જોયું ? હૃદયમાં “યારી માટે પ્રેમ એટલે હતું કે જગતનું કઈ તેની આગળ મૂલ્યવાન લાગતું ન હતું. માટે જ તો તે સ્ત્રીને ખબર ન પડી કે વચમાં મૌલવી છે કે મૌલવે છે ? એની વાત શું કરવાની પણ તમે કયારેય નોટના બંડલ ગણે છે કે નહિ ? દુકાન પર પણ ગણેને ? ત્યાં ચારે બાજુથી ઘોંઘાટ થતું હોય કે નહિ ? છતાં ય કેવું ચિત્ત એકાગ્ર રહે છે? એક રૂપિયે ય વધારે કે ઓછો જતું નથી. કેમ ? એટલી ક્ષણ તમે રૂપિયાની નોટ સિવાય જગતના તમામ પદાર્થોથી મન વડે અલગ થઈ જાય છે. એવી એકાગ્રતા આવી જાય છે કે માથે ગરથી પડી રહી હોય તે તરફ પણ લક્ષ્ય જતું નથી. કેઈ જીવડું શરીર ઉપરથી ચાલ્યું જાય તે ય ખબર પડતી નથી. કેઈ ચાર ચાર વખત બોલાવે તો ય સંભળાતું નથી. એટલે કહે કે તમારું મન અને કાન વિગેરે બધી ઇન્દ્રિયે માત્ર રૂપિયામાં જ લાગી છે માટે તમને બૂમ મારવામાં આવે તેને પણ ખ્યાલ નથી એટલે શરીરથી પણ એટલી વખત તમે જુદાઈ અનુભવી રહ્યા છે, તે પણ સિદ્ધ થઈ જાય છે. એક માત્ર રૂપિયા અને તમે (આત્મા) આ બે જ વસ્તુઓ દુનિયામાં હેય તે તમે અનુભવ કરે છે. આવી એકાગ્રતા સધાય ત્યારે ધ્યાન થયું કહેવાય.