________________
વિવેચન]
[૧૫૩ વિકપ મગજને ક્ષુબ્ધ બનાવી દે. અને લઈ જવાનો વિચાર આવે ત્યાં જ સાચવવાની ચિંતા, રક્ષણ કરવાની રમખાણ ચિત્તમાં હળી સળગાવવી શરૂ કરી દે. જેટલી વાર સાચવી રાખી હોય તેટલી વાર સ્વાર્થવૃત્તિતા હૃદયને દુઃખ આપ્યા કરતી જ હોય, વળી એમાં ભૂલેચૂકે તે ચીજ આવેલી પણ ચાલી ગઈ તે આખી જીંદગી સુધી રોદણ રડાવ્યા જ કરે.
દીકરે તે ૪૦ વર્ષના થયા ત્યારે આબે, બે વર્ષ માટે જીવે અને મરી ગયે ત્યારે મેળવ્યું શું ? એટલે ૪૦ વર્ષ ઝંખનામાં કાઢયા, બે વર્ષ મૂઢતામાં અને એના રક્ષણમાં ગુમાવ્યા અને હવે જીવતર રહે ત્યાં સુધી યાદ કરી કરીને રોદણાં રડવાના જ રહ્યા ને ? આ બધી વૃત્તિમાં ચિત્ત સ્થિરતાપૂર્વક એંટી ગયું તે સમજી જ લેજો કે મર્યા. આવા આર્તધ્યાનમાં આયુષ્ય બંધાઈ જાય તે તિર્યંચનું જ આયુષ્ય બંધાય. જ્યાં ગયા પછી એટલી એવી દશા ભેગવવી પડે કે આંખની સામે ઘાસનો પૂળ પડે હોય તે ય ખીલેથી છૂટા થઈને એક તણખલું ખાવાનું ન મલે. પિતાનું બચ્ચું જ બાજુમાં બાંધ્યું હોય પણ પિતાની ઈચ્છા થાય ત્યારે તેને દૂધ પીવરાવવાની પણ સ્વતંત્રતા ન મલે. આમ જે ધ્યાન એટલે કે વિચારોની એકાગ્રતા સાક્ષાત કે પરંપરાએ પીડા, શોક, રૂદન બહારથી અને અંદરથી દીનતા, સંકુચિતતા, કાયરતા, નિસ્પૃહતા પેદા કરે તે બધું આર્તધ્યાન જ સમજવું
રોકધ્યાન ઈષ્ટને મેળવવાના અને અનિષ્ટને દૂર કરવાના વિચારે જ્યારે તદ્દન વિવેકહીન બની જાય છે, ત્યારે આત્મા પાપ અને પુણ્યમાં, કર્તવ્ય અને અક્તવ્યમાં, પૂજ્ય અને