________________
૧૫૬]
[શ્રી સિદ્ધપદ આજ્ઞાવિયરૂપ ધર્મધ્યાન. અથવા તે એમ કહે કે આગળના બધા પાયા એટલે કે અપાયવિચય, વિપાકવિચય અને સંસ્થાનવિચય, ત્રણે પાયાઓ જિનેશ્વર ભગવંતની આજ્ઞાના અંગરૂપ હેવાથી વ્યાપ્ય છે. જ્યારે આજ્ઞાવિચયમાં તે બધાને સંગ્રહ હોવાથી તે વ્યાપક છે. માટે પ્રથમ આજ્ઞાવિચય છે એમ પણ અર્થ ઘટાવી શકાય છે.
આર્તધ્યાન કે રૌદ્રધ્યાન પેદા કરનારી કેઈપણ આજ્ઞા જિનેશ્વરની હાય જ નહીં, અથવા જ્યાં આર્તધ્યાન કે રૌદ્રધ્યાન હોય ત્યાં જિનેશ્વર ભગવાનની આજ્ઞા ન હોય. કદાચ ભગવાનની આજ્ઞા પાલતાં આર્તધ્યાન થઈ જતું હોય તે તે આજ્ઞાપાલન કરતાં કરતાં થઈ જતી વિરાધનાનું ફળ સમજવું. પણ અતિચાર કે વિરાધનારહિત થઈને ભગવંતની આજ્ઞાનું પાલન કરતાં આર્તધ્યાન કે રૌદ્રધ્યાન થાય તેવું બની શકે જ નહીં. આ વાતનું સૂચન “આજ્ઞાવિચય” નામના ધર્મધ્યાનના પ્રથમ પાયા પરથી કલ્પી શકાય છે. આજ્ઞાવિચય નામનો પ્રથમ પાયે બાકીના ધર્મ અને શુકલ ધ્યાન માટે પ્રવેશદ્વાર સમાન છે. અને તેથી સિદ્ધ થાય છે કે ધર્મધ્યાન અને શુકલધ્યાનમાં પ્રવેશ કરવાવાળાએ
ગવાનના આજ્ઞારૂપ દરવાજામાં પ્રવેશ કરવો પડે. અર્થાત્ ધર્મ ધ્યાન કે શુકલધ્યાન ભગવાનની આજ્ઞાથી નિરપેક્ષ રહેનાર માટે બની શકતું નથી, તેમજ ભગવાનની આજ્ઞાને આધીન રહેનારમાં આર્તધ્યાન કે રૌદ્રધ્યાન પ્રવેશી શકતું . નથી.
આજ્ઞાવિયરૂપ પ્રથમ પાયામાં ભગવાનની બધી આજ્ઞાઓને સંગ્રહ છે. જ્યારે “અપાયવિચય માં મેક્ષ માર્ગની આરાધનાથી દૂર કેમ થવાય છે? તેમ કરનારા