________________
૧૫૮]
[શ્રી સિદ્ધપદ નાશ કરે તેવું ભગવાનની આજ્ઞા મુજબ પદાર્થના સ્વરૂપનું વિશ્લેષણ કરવું તે જ સંસ્થાનવિચયરૂપ ધ્યાન છે.
ધર્મધ્યાનના ચારે ય પાયાને સમગ્ર વિચાર કરીએ તે સમજાય કે પદાર્થો નહિ પણ પદાર્થો જોવાની દષ્ટિ બદલાય એટલે સંસારને માર્ગ મોક્ષમાર્ગમાં પલટાય. આર્તધ્યાન અને રૌદ્રધ્યાનના વિષયભૂત પદાર્થો જ ધર્મધ્યાન અને શુકલધ્યાનના સાધક બને છે. એટલા માટે જ કહ્યું છે કે, સાચે મુનિ ચાલતા-ઊઠતા-બેસતાં– સૂતા-ખાતાં–લતાં સર્વ આવશ્યક ક્રિયા કરતાં ધર્મધ્યાન
કારણ કે ચાલે ત્યાં પણ ભગવાનની આજ્ઞા યાદ કરે. ભગવાને ના પાડી છે કે અંધકારમાં ન ચલાય, ચાલવું હોય તે પણ સંયમની આરાધના માટે. તે પણ જીવની વિરાધના ન થાય તેવી રીતે. આવી ભાવના હોય તે ચાલતાં-ચાલતાં પણ ધર્મધ્યાન જ રહે. ભગવાનની આજ્ઞાને આગળ કરીને તે જ પ્રમાણે પ્રવૃત્તિ કરવાના કોડ સેવતા હોય એટલે ધર્મધ્યાનમાં જ રહે.
જ્યારે સંસારનો અભિલાષી પણ ચાલે તે ખરો જ ને ? પણ તેનું ચાલવું તે શાના માટે? કહો કે, કેઈના સુખમાં ભાગ પડાવવા માટે કયાંયથી ને કયાંયથી પિતાને સ્વાર્થ સિદ્ધ થાય માટે જ ચાલવાનું. એટલે એ જ ચાલવાની ક્રિયા દરમ્યાન તે ઈષ્ટ વસ્તુ મેળવવાની લાલસાથી, મળેલાને કાયમી બનાવવાની ભાવનાથી આર્તધ્યાન કરનાર બને.
પણ સંસારની પ્રવૃત્તિ કરવાં છતાં જ્યાં ભગવાનની આજ્ઞા શું છે? ભગવાનની આજ્ઞા શું છે? એવી વારં