________________
-
-
-
-
-
-
- -
-
-
-
-
-
-
વિવેચન ]
[ ૧૨૩ મોક્ષને પામી શકે છે. માટે એકદરે તો આત્માની શકિતની જ બોલબાલા છે. આપણુમાં આવી ગજબ શકિત હોવા છતાં આપણને તેનું ભાન ન થાય, તે મેળવવા માટેનું તાન પેદા ન થાય, ત્યાં સુધી કોઈ શકિત બહાર ન આવે.
પૂ. ગણધર મહારાજા સુધર્માસ્વામીજીએ જે મંગલ કર્યું છે તેમાં બીજા પદ “ નમો સિદ્ધાણું ? ને હજી પહેલે જ અર્થ આપણે વિચારી રહ્યા છીએ તે અર્થ કરતાં જણાવ્યું હતું કે, આત્માને લાગેલા આઠ પ્રકારના કર્મોને તે સિદ્ધના આત્માઓ છે. ' આ શબ્દોના પૂર્ણ ભાવાર્થને સમજવા આપણે આત્મા અને તેની સિદ્ધિ કેવી રીતે, તેનું જેનદર્શન તેમ જ બીજા દર્શનની દૃષ્ટિએ કેવું સ્વરૂપ છે તે વિચાર્યું. તેમજ કર્મ, કર્મોની સિદ્ધિ, કર્મોનો નાશ કરી મુકિનમાં નિવાસ કરાવી આપનાર કરણોને પણ વિચાર કર્યો.
હવે “આત્મા” અને “કમનો સંબંધ ક્યારે અને કેવી રીતે થયે તે વિચારવાનું છે.