________________
૧૪૦ ]
[ શ્રી સિદ્ધપદ અને વાત પણ ખરી હતી. કારણ કે હજી વાદી પિતાને પ્રશ્નન જ રજૂ કરી શક્યો નથી ત્યાં મલવાદી સૂ. મ. તેને જવાબ આપવાના કયાંથી હોય ?
રાજદરબારમાંથી ગયા બાદ બોદ્ધવાદી વિચાર કરવા માંડે કે, “કેટલાય વિકલ્પો કર્યા, કેટલા મારા સિદ્ધાંતને અનુકુળ છે, અને કેટલા મારા વિચારથી પ્રતિકૂળ છે.” આખરે જ્યારે બધા યાદ રાખી ન શક્ય ત્યારે તે પિતાના ઘરની દિવાલ પર ખડીથી લખવા માંડે. પણ તે ય બધા યાદ ન આવ્યા. " આખરે તેની ચિંતા એટલી બધી તે વધી ગઇ કે, બિચારે ચિતાની જ વિતામાં બળી મર્યો. વિચારતો જાય અને લજા પેદા થતી જાય કે કાલે શું થશે? એના વિચારમાં ને વિચારમાં જ એને ધૂજારી છૂટવા માંડતી, અને આખરે બિચારાનું ત્યાં જ હૃદય બંધ (હાટ ફેલ) થઈ ગયું.
આમ વાદ-વિવાદનો ખોટે ચડસ ભયંકર છે. પોતાની આબરૂની ચિંતા કરતાં બિચારાએ જાન ગુમાવ્યા. આ તે એવું થયું કે “લેને ગઈ પૂત ઓર બે આયી કાસમ”
સ્વાદુવાદને માર્મિક વિદ્વાન તે એવી વિકલ્પ જાળ ઉભી કરી શકે છે કે, એકાંતવાદનો આશ્ચય કરનાર કદી ફાવી શકે જ નહીં. વ્યવહારમાં પણ જેને એક જ બારણું હોય તે મનુષ્ય આગ લાગે કે સંકટનો સમય આવે શું કરે? નીકળવાના રસ્તે તે સંકટ ઉભું છે. કહે કે, બીજી બારી કે બારણું હોય તે બચી શકે. નહીં તે આગમાં બળી મરવું જ પડે ને ?
આવી દશા એકાંતવાદીઓની છે. એકાંતવાદ એટલે વાદ-વિવાદને એક જ માત્ર રસ્તાવાળા માગે. આવા