________________
૧૪૨]
[ શ્રી સિદ્ધપદ ઠીક સમજાઈ ગયું હશે કે રાગ-દ્વેષ, કર્મબંધ અનાદિન છે. માટે હવે તો તેમાંથી મુક્ત થવાની જ આદિ (શરૂઆત) કરવાની છે.
આ કારમાં કષાયે અનાદિના હોવા છતાં જાણે રોજ રોજ નવા-નવા હોય તેવી જ ભ્રાંતિ આત્માને થયા કરે છે. કારણ કે કષા કરતા ક્યારે આ આત્મા વિચારતો નથી કે અનાદિ કાલથી આ કષાયેનું સેવન કરતો આવ્યા છું છતાં મારૂં કંઈ કલ્યાણ થયું નથી છતાં ય કેધ, માન, માયા કે લોભ પેદા થાય તે પ્રસંગ ઉત્પન્ન થાય કે તરત જ એ વિચાર આવે છે કે કષાય કર્યા વિના ચાલે એવું છે જ નહીં. જે આ પ્રસંગે હું કેધ, માન, માયા કે લોભ નહીં કરું તો વળી પાછો આવે અવસર નહીં આવે.
પણ જેને ભગવાન પર વિશ્વાસ છે. જિનવચન એ જ જેને શ્વાસોશ્વાસ છે. શિવપુરમાં નિવાસ કરવાની એક માત્ર જેની આશ (આશા) છે. તેને તો લાગે છે કે, અનાદિકાળથી આ કષાએ આત્માને દુઃખ દુઃખ ને દુઃખ જ આપ્યું છે. અનાદિ કોઈ તૃપ્તિ લેશમાત્ર સ્થિરતા કે ક્ષણમાત્ર માટે પણ સહનશીલતા પેદા કરી શકતો નથી તો તિલાંજલિ આપે જ છૂટકો છે.
ભયંકર કષાયેનું સેવન કરવાની દશા આવી ગઈ હોય છતાં ય કર્મના બંધને અનાદિને જાણનાર તે કર્મબંધને તેમ જ તેનાથી પેદા થયેલા કષકે નિષ્ફળ કરવાને જ પ્રયત્ન કરે.