________________
૧૪૮]
[ શ્રી સિદ્ધપદ આપણું ધ્યાન અમુક વિષયમાં સ્થિર થઈ ગયું છે કે નહીં તે સાચું ત્યારે જ કહેવાય કે તે સમયે બીજા કેઇમાં આપણું ચિત્ત ન જાય, તે ધ્યાન વખતે બાજુમાં આવીને કઈ રાડ પાડે તે ય ન સંભળાય, કીડી આવે ને ચટકે ભરે તે ય ખબર ન પડે, દુર્ગધથી ભરપૂર પદાર્થ બાજુમાં પડ હાય તો પણ તેની ગંધ ન આવે. કહે કે ધ્યાનમાં સ્થિર થઈ ગયેલાને તેના તે વિષય વિના કેઈની ખબર જ ન પડે.
સ્થાન અને મોલવી સાહેબ” એક વાર એક મૌલવી સાહેબ નમાઝ પઢી રહ્યા હતા. ખુબ ભાવ-ભક્તિપૂર્વક ખુદાને યાદ કરતા હતા. એવામાં કઈ એક બાઈ હાંફળી-ફાંફળી આવીને વચમાંથી ચાલી ગઈ. મૌલવી સાહેબ તે તરત તાડુકી ઉઠયા કે, “અબે ! રંડી બીચમેં સે કર્યો નિકલી, મેરી સારી નિમાઝ બીગડ ગયી !”
પેલી સ્ત્રી તે એની ધૂનમાં ને ધૂનમાં આગળ જ ચાલી ગઈ. મૌલવીને લાગ્યું કે આ તે દુષ્ટ લાગે છે. મૌલવીજી તે પાછળ દેડયા અને ગમે તેમ કરીને તે સ્ત્રીને ઉભી રાખી બેલ્યા:
ઈતના ભી ધ્યાન નહીં રખતી હે ! હમારી નિમાઝ બિગાડકર ભાગ જાતી હૈ, હમારા સુનતી ભી નહીં ?”
સ્ત્રી તે હસવા લાગી. મૌલવી સાહેબને પારો એર ઉંચે ચડી ગયે.
“ગધી કહીં કી એક તે હમારી નિમાઝ બિગાડ દી ઔર અબ હસતી હૈ? કૈસી બેવકૂફ હૈ!