________________
વિવેચન]
[૧૪૭ માટીમાં જ ઉગે, પણ બધી જ માટીમાંથી ઘઉં પાકે તેમ નહીં.
ખાવાથી શક્તિ પ્રાપ્ત થાય, પણ બધું જ ખાવાથી શક્તિ પ્રાપ્ત ન થાય. ઝેર ખાઈએ તે મરી જ જવાય. તેમ આત્મસ્થિરતારૂપ “શૈલેશી અવસ્થા બધા ધ્યાનથી પ્રાપ્ત ન થાય.
આર્તધ્યાન અને રૌદ્રધ્યાનથી આવી દશા દુર ને દુર થતી જાય, ધર્મધ્યાનથી નજદીક આવતી જાય અને શુકલધ્યાન આવે ત્યારે જ આવી દશા પ્રાપ્ત થાય. માટે આવી સ્થિરતા મેળવવાના અથીએ મેળવવા લાયક ધર્મધ્યાન અને શુકલધ્યાનને સમજવાની જરૂર છે. તેમ છેડવા લાયક આર્તધ્યાન અને રૌદ્રધ્યાનને સમજવાની જરૂર છે.
ધ્યાન એટલે શું? એકાગ્ર-ચિંતા નિરે ધ્યાનમ્” ધ્યાનનું સામાન્ય લક્ષણ છે.
જે કે સામાન્ય વ્યવહારમાં તે કેઈ પદ્માસન વિગેરે લગાવીને બેઠા હોય કે પ્રાણાયામ વિગેરે કરતે હોય, સામાયિક લઈને નવકારવાળી વિગેરે ગણતો હોય તેને આપણે ધ્યાન કર્યું એમ કહીએ છીએ. પણ એ બધા ધ્યાન નહીં, પણ ધ્યાનને મેળવવાના પ્રાપ્ત કરવાના રસ્તા છે.
'સાચું ધ્યાન તે એકાગ્ર બની જે વિષયનું ચિંતન ચાલતું હોય તેને છોડીને બીજો કોઈ વિષય મનમાં ન આવે અને જે વિષયનું કે પદનું ધ્યાન ચાલતું હોય ત્યાં જ મન સ્થિર રહે તે જ સાચું ધ્યાન છે. જેટલી તે વિષયમાં મનની સ્થિરતા હોય તેટલું ધ્યાન મજબૂત કહેવાય.