________________
૧૪૬]
[ શ્રી સિદ્ધપદ તેથી આપણે સૌથી પહેલાં મુખ્ય વિશેષ્ય ધ્યાન શબ્દને વિચાર કરે જોઈએ.
ધ્યાન શા માટે? જ્યાં સુધી આત્માને કર્મો લાગેલા છે. ત્યાં સુધી આત્મા સ્થિર રહી શક્તા જ નથી. જેમ ચૂલા પર ઉકળતું પાણી ખદબદ થયા કરે છે તેવી રીતે આત્મપ્રદેશમાં હલન-ચલન ચાલ્યા જ કરે છે.
આ હલન-ચલન મન, વચન કે કાયાના યોગ દ્વારા થાય છે. કારણ કે આત્મા કર્મના પંજામાં ફસાયે છે ત્યાં સુધી તે એવી દશા છે કે, બહારના મન, વચન કે કાયાના પુદગલે વિના તે કશું કરી શકે જ નહીં.
આમ કર્મના ઉદયને લીધે થતાં નવા-નવા પરિણામને આધીન જે ચંચળતા આત્મામાં પેદા થાય છે તેનાથી કર્મને બંધ ચાલુ જ રહે છે. અને તેથી આત્મા સિદ્ધગતિને મોક્ષને પામી શકતું નથી. પણ જે આત્મા સ્થિર થાય છે કે તરત જ બધા કર્મોને નાશ થઈ જાય છે.
આવી સ્થિરદશા આત્માને ચૌદમે ગુણસ્થાને જ પ્રાપ્ત થાય છે. શાસ્ત્રમાં આ દશાને લીકરણ કહેવામાં આવે છે.
અર્થાત્ બધા પર્વતેમાં શ્રેષ્ઠ પર્વત મેરુ. તે મેરુ જેવા સ્થિર પરિણામે જે પ્રાપ્ત થાય તેનું નામ જ (શૈલેશીકરણ) શૈલેશી અવસ્થા
આ દશા એ જ ધ્યાન દ્વારા પ્રાપ્ત કરવાની ચીજ છે. પણ બધા જ ધ્યાનથી આવી દશા પ્રાપ્ત ન થાય. ઘઉં તે.